Western Times News

Gujarati News

આંગણવાડીના બાળકોને મધ્યાહ્નન ભોજનમાં મિલેટ સુખડી આપવામાં આવશે

(એજન્સી)ગાંધીનગર મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે, મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરાઈ છે, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બાળકોને સોમવારે મગ ચાટ અપાશે,

મંગળવારે વેજીટેલબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ અપાશે, ગુરુવારે મિલેટ સુખડી અપાશે, શુક્રવારે વેજીટેબલ ઉપમા, શનિવારે વેજીટેબલ પૌવા અપાશે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના જણાવ્યા મુજબ આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્‌યુલર ફર્નિચર, ઇર્ં મશીન, ન્ઈડ્ઢ ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ મળશે.

આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારીને ૩% અને ૪.૫% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ. ૩૮.૬૪ કરોડની જોગવાઈ, ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ, આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે,

આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે LED અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-્‌TERના પેકેજિંગ પર QR કોડ લગાવાશે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.