Western Times News

Gujarati News

ગુજકેટની ૨૯મી માર્ચથી લેવાનારી પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ ૨૦૨૬ની પરીક્ષા આગામી ૨૯ તારીખે ૬૬૯ કેન્દ્રો પરથી લેવાશે, આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-૨૦૨૬ (ગુજકેટ)ની પરીક્ષા આગામી તા.૨૦મી માર્ચે લેવાશે. આ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-૨ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) જરૂરી છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી ૨૯ મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-૨૦૨૬ માટે ૩૬ ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે ૬૬૮ પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે.

પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.