Western Times News

Gujarati News

ભારત સહિત ચીન, રશિયા, ઈરાક, પાકિસ્તાનના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની છૂટ

ઇરાને દુશ્મન દેશોના જહાજોને આ મહત્ત્વના દરિયા માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી નથી

ભારત સહિત ૫ાંચ દેશોના જહાજોને હોર્મુઝમાંથી જવાની મંજૂરી

તેહરાન,પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ટૂંક સમયમાં ઉકેલ આવવાની શક્યતા દેખાતી નથી ત્યારે ભારતને મોટી રાહત થાય તેવી એક જાહેરાતમાં ઇરાને જણાવ્યું હતું કે તે ભારત તથા ચીન અને રશિયા સહિતના કેટલાંક મિત્ર દેશોના વેપાર જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે. જોકે ઇરાને દુશ્મન દેશોના જહાજોને આ મહત્ત્વના દરિયા માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી નથી. ઇરાનના વિદેશ પ્રધાન સઇદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમે કેટલાંક દેશોને, જેમને અમે મિત્ર ગણીએ છીએ, તેમને જહાજ પસાર થવાની મંજૂરી આપી છે.

ચીન, રશિયા, ભારત, ઈરાક અને પાકિસ્તાનને ટ્રાન્ઝિટની પરવાનગી આપી છે. આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનના દુશ્મન દેશો સાથે સંકળાયેલા જહાજોને આ વ્યૂહાત્મક માર્ગમાંથી પસાર થવાની મંજૂરી મળશે નહીં. અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. આ વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર છે અને અમારા દુશ્મનો તથા તેમના સાથી દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ અન્ય દેશો માટે આ માર્ગ ખુલ્લો છે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્›આરીએ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા પછી ઇરાનના જહાજોના પરિવહન માટેના દરિયાઇ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી છે.

આ દરિયાઇ માર્ગમાંથી વિશ્વના આશરે ૨૦ ટકા ક્‰ડ ઓઇલ અને એલએનજીનું પરિવન થાય છે. ભારત પણ માર્ગેથી તેની મોટાભાગની જરૂરિયાત પૂરી કરે છે. બીજી તરફ ઇરાનને હોર્મુઝ જળમાર્ગ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. તે અમેરિકન અથવા ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજોને રોકી રહ્યું છે અને અન્યને મર્યાદિત રીતે પસાર થવા દે છે. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના જાસેમ મોહમ્મદ અલ-બુદૈવીના જણાવ્યા અનુસાર ઈરાન સુરક્ષિત પસાર માટે જહાજોથી ટોલટેક્સ વસૂલ કરી રહ્યું છે. ઈરાનની સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી વસૂલ કરવા ઇરાન તેની સંસદમાં એક કાયદો બનાવી રહ્યું છે.

એક સાંસદે જણાવ્યું હતું કે અમે સુરક્ષા આપીએ છીએ, એટલે જહાજો અને તેલ ટેન્કરો પાસેથી ફી લેવી સ્વાભાવિક છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેની સાથેના શાંતિ કરાર અંગે “ત્વરિત ગંભીર થવા” અથવા પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે. ગુરુવારે વહેલી સવારે ટ્‌›થ સોશિયલ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, મોડું થાય તે પહેલાં તે જલ્દી ગંભીર બને તે તેના માટે સારું રહેશે, કારણ કે એકવાર સમય વીતી ગયા પછી પાછા વળવાનો કોઈ રસ્તો નથી અને તે સ્થિતિ સારી નહીં હોય!

રાષ્ટ્રપતિએ ઈરાનના વાટાઘાટકારોને “ખૂબ જ અલગ” અને “વિચિત્ર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ લગભગ ચાર અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા પાસે કરાર માટે “કરગરી” રહ્યા છે. બીજી બાજુ ટ્રમ્પે યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત કેબિનેટની મીટિંગ કરી હતી. આશરે એક કલાક ૪૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં મોટાભાગે યુદ્ધ પર જ ચર્ચા થઇ હતી. જોકે તેમાં શું ચર્ચા થઇ તે અંગે કોઇ જાહેરાત થઇ નહતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ટ્રમ્પે યુદ્ધવિરામ માટે આપેલી પાંચ દિવસની મર્યાદા પૂર્ણ થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.