રોનાલ્ડો ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર
ઉઝબેકિસ્તાનને ૫-૦થી હરાવ્યું
વર્તમાન ટુર્નામેન્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨ ગોલ થઈ ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં ડીઆર કોંગો સામે ગોલ કરી શક્યો નહોતો
મેક્સિકો,પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૬ ફૂટબોલ વર્લ્ડકપમાં ગોલ કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોએ હ્યુસ્ટન સ્ટેડિયમમાં ઉઝબેકિસ્તાન સામે છઠ્ઠી મિનિટે ગોલ કરીને આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ તેણે ૩૯મી મિનિટે બીજો ગોલ પણ કર્યાે. આ જ ગોલની મદદથી પોર્ટુગલે ૫-૦થી જીત મેળવી.રોનાલ્ડો પોર્ટુગલ માટે વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બન્યો. તેના નામે ૧૦ ગોલ છે.
તેણે પોર્ટુગલના સ્ટ્રાઈકર યુસેબિયોના ૯ ગોલને પાછળ છોડ્યા.રોનાલ્ડોએ ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને હવે ૨૦૨૬ વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. તેના પછી આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી છે. તેણે ૨૦૧૦ સિવાય ૨૦૦૬, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને ૨૦૨૬ વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે.પોર્ટુગલ માટે રોનાલ્ડો ઉપરાંત નુનો મેન્ડેસ (૧૭મી મિનિટ) અને રાફેલ લેઓ (૮૭મી મિનિટ)એ ગોલ કર્યા. ૫૯મી મિનિટે ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવથી બોલ અથડાઈને ગોલમાં જતો રહ્યો.
તેને આૅન ગોલ માનવામાં આવ્યો.વર્તમાન ટુર્નામેન્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨ ગોલ થઈ ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં ડીઆર કોંગો સામે ગોલ કરી શક્યો નહોતો.મેચની શરૂઆતથી જ પોર્ટુગલ આક્રમક દેખાયું. ચોથી મિનિટે નુનો મેન્ડેસના ક્રોસ પર રોનાલ્ડો તક ચૂકી ગયો, પરંતુ બે મિનિટ પછી તેણે ભૂલનું પુનરાવર્તન ન કર્યું. જોઆઓ કેન્સિલોના લો ક્રોસ પર રોનાલ્ડોએ શાનદાર રાઇટ-ફૂટેડ શોટ મારીને બોલને નેટમાં પહોંચાડ્યો.
આ જ ગોલ સાથે તે ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.૧૪મી મિનિટે ઉઝબેકિસ્તાનના ખામરોબેકોવે પેડ્રો નેટોને ફાઉલ કર્યાે. અહીં પોર્ટુગલને ળી-કિક મળી. બધાને લાગ્યું કે રોનાલ્ડો શોટ લેશે, પરંતુ તેણે બોલ છોડી દીધો અને નુનો મેન્ડેસે ૧૭મી મિનિટે શાનદાર લો શોટ મારીને સ્કોર ૨-૦ કર્યાે.૨૯મી મિનિટે ઉઝબેકિસ્તાનના અઝીઝ ગાનિવે દૂરથી શોટ મારીને બોલને ગોલપોસ્ટના ટોપ કોર્નરમાં પહોંચાડી દીધો હતો.
જોકે, રિવ્યુમાં પોર્ટુગલના જોઆઓ કેન્સિલો પર ફાઉલ જોવા મળ્યો અને ગોલ આપવામાં આવ્યો નહીં.૩૮મી મિનિટે બ્›નો ફર્નાન્ડિસે મિડફિલ્ડમાંથી શાનદાર થ્› બોલ આપ્યો. રોનાલ્ડો ડિફેન્સમાંથી બહાર નીકળીને આગળ વધ્યા અને બોલને પોસ્ટની અંદર પહોંચાડી દીધો. આ ગોલ સાથે તેણે વર્લ્ડકપમાં પોતાનો ૧૦મો ગોલ કર્યાે અને યુસેબિયોનો રેકોર્ડ તોડી નાખ્યો. પ્રથમ હાફ સુધી પોર્ટુગલ ૩-૦થી આગળ હતું.SS1
