શું ટ્રમ્પ અમેરિકાના ઈન્ટેલિજન્સના ડિરેક્ટર અને FBIના કાશ પટેલને હટાવી દેશે ?
AI Image
અમેરિકાના રાજકારણમાં આ કારણસર ઉઠી રહ્યા છે વિરોધના સૂર -અમેરિકાઃ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ
વોશિંગ્ટન, રક્ષા મંત્રી પીટ હેગસેથ દ્વારા અમેરિકી સૈન્યના ટોચના નેતૃત્વમાં મોટા ફેરફારના સંકેત વચ્ચે એક સનસનાટીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા મંત્રીએ આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક અસરથી પદ છોડવા અને નિવૃત્ત થવાનો આદેશ આપ્યો છે.
ઇરાન સાથે વધતા તણાવ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે લેવાયેલા આ કડક નિર્ણયથી પેન્ટાગનમાં વહીવટી ઉથલપાથલની શક્યતાઓ તેજ બની છે. આ ઉપરાંત અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને એફબીઆઈના ગુજરાતી મૂળના ડિરેક્ટર કાશ પટેલને હટાવી દેશે તેવી અફવા કે સમાચારો વહેતા થયા છે.
Following Pam Bondi’s departure as U.S. Attorney General reportedly other senior officials, including FBI Director Kash Patel, Tulsi Gabbard, and Labor Secretary Lori Chavez-DeRemer, may soon leave the Trump administration.
પેન્ટાગનના પ્રવક્તા સીન પાર્નેલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “જનરલ રેન્ડી એ. જ્યોર્જ આર્મીના ૪૧માં ચીફ ઓફ સ્ટાફના પદેથી તાત્કાલિક અસરથી નિવૃત્ત થઈ રહ્યા છે.
સંરક્ષણ વિભાગ દેશ માટે તેમની દાયકાઓની સેવા બદલ આભાર વ્યક્ત કરે છે.” જનરલ જ્યોર્જના સ્થાને હવે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફર લાનેવ કાર્યકારી આર્મી ચીફ તરીકેની જવાબદારી સંભાળશે. જ્યાં સુધી સેનેટ દ્વારા કાયમી ઉત્તરાધિકારીની પુષ્ટિ કરવામાં ન આવે ત્યાં સુધી લાનેવ આ પદ પર રહેશે.
જનરલ રેન્ડી જ્યોર્જે સપ્ટેમ્બર ૨૦૨૩માં કાર્યભાર સંભાળ્યો હતો. સામાન્ય રીતે ચાર વર્ષના કાર્યકાળમાંથી હજુ તેમનો દોઢ વર્ષનો સમય બાકી હતો. હેગસેથના નેતૃત્વમાં જ્યોર્જ પદ છોડનારા સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારી બન્યા છે. અહેવાલો મુજબ, જ્યોર્જની સાથે અન્ય બે જનરલોને પણ હટાવવામાં આવ્યા છે, જેઓ ટ્રેનિંગ અને ચૅપ્લેન્સી વિભાગમાં કાર્યરત હતા.
આ નિર્ણય બાદ અમેરિકી રાજકારણમાં વિરોધના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસી સભ્ય યુજીન વિન્ડમેને આ પગલાની ટીકા કરતા કહ્યું કે, જનરલ રેન્ડી જ્યોર્જ એક શાનદાર સૈનિક છે. તે અત્યંત નિરાશાજનક છે કે રાષ્ટ્રપતિને ‘હા માં હા’ મિલાવે તેવો માણસ જોઈએ છે, જેના કારણે આવા સક્ષમ અધિકારીને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. પ્રશ્નો સેક્રેટરી હેગસેથની નેતૃત્વ ક્ષમતા પર ઉઠવા જોઈએ, નહીં કે દેશની સેવા કરનાર અધિકારીઓ પર.
