Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા

નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે સાથે પંજાબના પઠાણકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રોના જણવ્યાં પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં નોંધાયું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી છે. આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી ૧૭૫ કિલોમીટર નીચે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

હજી જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે દિલ્હી-એનસીઆર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં પણ જમીન ધ્›જવાથી લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે રાત્રે ૯ઃ૪૨ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.

વિગતે વાત કરવામાં આવે તો, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં આવ્યો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ નોંધાઈ છે. ભૂકંપનો આંચકો તીવ્ર હોવાના કારણે દિલ્હી, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક પ્રદેશોમાં જમીન ધ્›જી ગઈ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર, પૂંચ અને કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે લોકો ગભરાઈ ગયા અને સલામત સ્થળોએ દોડી ગયા હતાં. હાલમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.