પંજાબ કિંગ્સે ૨૧૦ રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યાે, ૫ાંચ વિકેટે જીત
મુંબઈ, એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ(ચેપોક સ્ટેડિયમ)માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે ૫ વિકેટથી આસાન જીત મેળવી લીધી છે.
IPLની ચાલુ સિઝનમાં સતત બીજી હાર છે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં સતત છઠ્ઠી હાર છે. પંજાબ કિંગ્સ IPL ૨૦૨૬ની બંને મેચ પોતાને નામે કરી લીધી છે.ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સ સામે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૦૩ રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી આયુષ મ્હાત્રેએ સૌથી વધુ ૭૩ રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે દમદાર શરૂઆત કરી હતી. પ્રિયાંશ આર્યા ૧૧ બોલમાં ૩૯ રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો.
જ્યારે પ્રભસિમરન સિંહ ૪૩ રન, કૂપર કોનોલી ૩૬ રન, શ્રેયસ અય્યર ૫૦ રન, શશાંક સિંહ ૧૪ રન, નેહલ વઢેરા ૧૦ રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈ તરફથી મેટ હેનરી અને અંશુલ કંબોજે બે-બે વિકેટ ચટકાવી હતી.પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. બીજી ઓવરમાં ઝેવિયર બાર્ટલેટે સંજુ સેમસનને ૭ રને આઉટ કરીને પંજાબને પ્રથમ સફળતા અપાવી હતી.
ત્યારબાદ બેટિંગ કરવા આવેલા આયુષ મ્હાત્રેએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને ઇનિંગને સંભાળી હતી. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે ૯૬ રન જોડ્યા હતા. ૧૨મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે ઋતુરાજ ગાયકવાડને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ઋતુરાજ ગાયકવાડ ૨૨ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૨૮ રન બનાવ્યા હતા. તેના પછીની ઓવરમાં વિજયકુમાર વૈશકે આયુષ મ્હાત્રેનો પણ શિકાર કરી લીધો.
આયુષ મ્હાત્રેએ ૪૩ બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકારીને ૭૩ રનની ઇનિંગ રમી હતી.ચોથી વિકેટ કાર્તિક શર્માની પડી જે એક રન બનાવીને આઉટ થયો. સરફરાઝ ખાને ૧૨ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૨ રન બનાવ્યા હતા. તેને વિજયકુમાર વૈશકે આઉટ કર્યાે હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શિવમ દુબેએ ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૪૫ રનની ઇનિંગ રમી હતી. પ્રશાંત વીર છ રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સ માટે વિજયકુમાર વૈશકે બે વિકેટ લીધી હતી. ઝેવિયર બાર્ટલેટ, માર્કાે યાનસન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક બેટ્સમેનને આઉટ કર્યા હતા.SS1MS
