Western Times News

Gujarati News

યુવકને ૧૦ લાખની લાલચ આપી કિડની કાઢી, મહિલાને ૯૦ લાખમાં વેચી

કિડની રેકેટનો મોટો ખુલાસો-ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેમની કિડની ખૂબ જ સસ્તી કિંમતે ખરીદવામાં આવી રહી હતી અને તેને મોટી રકમે દર્દીઓને વેચવામાં આવતી હતી

કાનપુર, કાનપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા એક સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેમની કિડની ખૂબ જ સસ્તી કિંમતે ખરીદવામાં આવી રહી હતી અને તેને મોટી રકમે દર્દીઓને વેચવામાં આવતી હતી. આ આખા મામલામાં રાવતપુર વિસ્તારના એક પ્રાઈવેટ હોસ્પિટલની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે દરોડો પાડીને હોસ્પિટલના સંચાલક, એક ડોક્ટર દંપતી અને વચેટીયાઓને કસ્ટડીમાં લીધા છે. આ આખા રેકેટનો ખુલાસો એક ફરિયાદથી થયો છે. તપાસ આગળ વધતાં પોલીસને ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટના પુરાવા મળ્યા હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહીને આગળ ધપાવી હતી. હોસ્પિટલ સંચાલકો, વચેટીયા સહિત અનેક લોકોને કસ્ટડીમાં લવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં દરોડા પાડીને રેકોર્ડ્‌સ તપાસવામાં આવી રહ્યા છે.

તપાસમાં જે હકીકતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. કલ્યાણપુર વિસ્તારના આવાસ વિકાસ-૩માં રહેતા શિવમ અગ્રવાલ પર આરોપ છે કે તેણે ઉત્તરાખંડના એક યુવકને ૧૦ લાખ રૂપિયાની લાલચ આપીને કિડની આપવા માટે તૈયાર કર્યો હતો. યુવકને કહેવામાં આવ્યું કે કિડની તેના સંબંધી માટે લેવાઈ રહી છે. આર્થિક તંગીને કારણે યુવક તૈયાર થઈ ગયો હતો.

ત્યારબાદ રાવતપુરની એક હોસ્પિટલમાં તેની સર્જરી કરી કિડની કાઢી લેવાઈ. આરોપ છે કે આ જ કિડનીને બિહારના મુજફ્ફરનગરની ૩૫ વર્ષીય મહિલાના પરિવારજનોને ૯૦ લાખ રૂપિયાથી વધુમાં ટ્રાન્સપ્લાન્ટ માટે આપવામાં આવી હતી. જોકે, ડોનરને નક્કી કરેલી પૂરી રકમ આપવામાં આવી નહીં. તેને માત્ર ૬ લાખ રૂપિયા રોકડા અને ૩.૫ લાખનો ચેક આપવામાં આવ્યો. બાકીના ૫૦ હજાર માટે તેને વારંવાર વાયદા આપવામાં આવ્યા.

સર્જરી પછી ડોનર અને દર્દીને લગભગ એક દિવસ સુધી તે જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને અલગ-અલગ હોસ્પિટલોમાં શિફ્ટ કરી દેવાયા હતા. પોલીસને શંકા છે કે આ એક મોટું ષડયંત્ર છે, જેનાથી આખા નેટવર્કને છુપાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિડની આપનારે પોતાનું નામ આયુષ જણાવ્યું અને તેને એક અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યારે મહિલાને અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી.

પોલીસે કાર્યવાહી દરમિયાન પ્રિયા હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર, આહુજા હોસ્પિટલ અને મેડલાઈફ હોસ્પિટલ સહિત અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા. અહીં કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા દર્દીઓ અને ડોક્્યુમેન્ટ્‌સની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓને આશંકા છે કે, આ મામલો માત્ર એક ટ્રાન્સપ્લાન્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ કિડનીની સપ્લાયનું એક મોટું નેટવર્ક સક્રિય છે, જેમાં વચેટીયા, હોસ્પિટલ અને અન્ય લોકો સામેલ હોઈ શકે છે.

આ આખા મામલાનો ખુલાસો એક નાની રકમની વિવાદથી થયો. ડોનરને નક્કી કરેલા ૧૦ લાખમાંથી ૬ લાખ રૂપિયા રોકડા અને ૩.૫ લાખનો ચેક આપવામાં આવ્યો. ૫૦ હજાર રૂપિયા ઓછા મળતા તેણે પોલીસમાં ફરિયાદ કરી. આ જ ફરિયાદ આ મોટા રેકેટના ખુલાસાનું કારણ બની. તપાસમાં ધીરે-ધીરે આખા નેટવર્કની પરતો ખૂલવા લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.