Western Times News

Gujarati News

ઇરાન યુદ્ધથી યુક્રેનને US તરફથી મળતી સહાય ઘટશેઃ ઝેલેન્સ્કી

ઊર્જાના ભાવવધારાથી રશિયાને લાભ, યુદ્ધના સમીકરણ બદલાશે

યુએસની મધ્યસ્થી હેઠળ મોસ્કો અને કીવ વચ્ચે થયેલી તાજેતરની વાતચીત ફેબ્રુઆરીમાં કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ હતી

ઈસ્તંબુલ,ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને પગલે હવે રશિયા-યુક્રેન યુદ્ધને પણ અસર થઈ રહી છે. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઇરાન યુદ્ધ લાંબું ચાલશે તો યુક્રેનને અમેરિકા તરફથી મળતી મદદમાં ઘટાડો થશે. હાલમાં અમેરિકાની પ્રાથમિકતા યુક્રેન નહીં, પરંતુ ઇરાન બની ગયું છે. બીજી તરફ ક્‰ડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારો થતા રશિયાને મોટો નાણાકીય લાભ થઈ રહ્યો છે, તેથી તે યુક્રેન સામે વધુ આક્રમક બની શકે છે. ઇસ્તંબુલમાં એક ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનની વૈશ્વિક પ્રાથમિકતાઓ બદલાતા હવે કીવને અત્યંત જરૂરી પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઈલોનો પુરવઠો ઘટશે.

યુક્રેનને રશિયાના રોજબરોજના હુમલાઓનો સામનો કરવા માટે વધુ અમેરિકન પેટ્રિયટ સિસ્ટમ્સની તાત્કાલિક જરૂર છે. અમારે એ સ્વીકારવું પડશે કે અમે આજની પ્રાથમિકતા રહ્યાં નથી. તેથી મને ડર છે કે ઇરાન સામે લાંબા યુદ્ધથી અમને મળતી સહાયમાં ઘટાડો થશે. યુએસની મધ્યસ્થી હેઠળ મોસ્કો અને કીવ વચ્ચે થયેલી તાજેતરની વાતચીત ફેબ્રુઆરીમાં કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ હતી. તેમણે જણાવ્યું કે હતું યુક્રેન હજુ પણ અમેરિકન વાટાઘાટકારો સાથે સંપર્કમાં છે, પરંતુ હવે અમેરિકા આ મંત્રણા પર ઓછું ધ્યાન આપી રહ્યું છે. પેટ્રિયટ સિસ્ટમ ખરીદવા માટે ઝેલેન્સ્કી યુરોપિયન દેશો પર આશા હતી, પરંતુ ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી છે અને સંસાધનો પર વધુ દબાણ આવ્યું છે.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં વધારો થતાં અમેરિકાએ રશિયન ક્‰ડ ઓઇલ પરના પ્રતિબંધો હળવા કર્યા છે. તેનાથી રશિયાને મોટો આર્થિક લાભ થઈ રહ્યો છે. આના કારણે રશિયાને વધારાના પૈસા મળી રહ્યાં છે. ઝેલેન્સકીએ કહ્યું હતું ઈરાનના ડ્રોન હુમલાથી બચવાની ટેકનોલોજી તે ગલ્ફ દેશોને આપવા માટે તૈયાર છે. યુક્રેનએ ઈરાની શાહેદ ડ્રોનનો અસરકારક સામનો કર્યાે છે અને ઓછા ખર્ચે ઇન્ટરસેપ્ટર ડ્રોન બનાવ્યા છે. આના બદલામાં આ દેશો યુક્રેનને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલો સાથે મદદ કરી શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.