Western Times News

Gujarati News

ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનું ષડયંત્ર, જેહાદી મોડ્યુલનો પર્દાફાશ

આંધ્રપ્રદેશ પોલીસની અનેક રાજ્યોમાં મોટી કાર્યવાહી

આરોપીઓ આતંકી સામગ્રી ફેલાવી રહ્યાં હતાં અને સોશિયલ મીડિયા દ્વારા વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહ્યાં હતાં

નવી દિલ્હી,આંધ્રપ્રદેશની પોલીસે ISIS સહિતના ત્રાસવાદી સંગઠનો અને વિદેશી હેન્ડલર્સ સાથે કથિત સાઠગાંઠ ધરાવતા એક જેહાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યાે છે. આ આતંકી નેટવર્ક ભારતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં સક્રિય હતું અને ભારતમાં ઇસ્લામિક સ્ટેટ સ્થાપિત કરવા માગતું હતું. આંધ્રપ્રદેશ પોલીસે વિવિધ રાજ્યોમાં ટીમો મોકલીને આશરે ૧૨ શકમંદોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. ગુપ્તચર વિભાગના સૂત્રે જણાવ્યું હતું કે આંધ્ર પોલીસે કાર્યવાહી કરવા માટે બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તેની ટીમો મોકલી હતી.

આ આતંકી જૂથ વિદેશી ઓપરેટિવ્સ સાથે જોડાયેલું હતું અને ઓનલાઇન જેહાદી પ્રોપેગેન્ડ ફેલાવતું હતું.ગુપ્તચર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી હેન્ડલર્સ તથા ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) અને અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) જેવા આતંકી સંગઠનો સાથે જોડાણ ધરાવતા એક જેહાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે ભારતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં સક્રિય હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રહમતુલ્લાહ શરીફ છે.

શરીફ અને તેના સાગરિતો કથિત રીતે જેહાદી સામગ્રી ફેલાવવામાં અને ઓનલાઈન વીડિયો દ્વારા યુવાનોને ઉશ્કેરણી કરવામાં સામેલ ઓપરેટિવના સંપર્કમાં હતાં. આરોપીઓ આતંકી સામગ્રી ફેલાવી રહ્યાં હતાં અને સોશિયલ મીડિયા દ્વારા વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહ્યાં હતાં. આ ગ્›પ ભારતમાં મુસ્લિમ યુવાનોને જેહાદ અને આતંકી વિચારધારા તરફ વાળવા ઓસામા બિન લાદેન, ઇસરાર અહેમદ શૈક, ઝાકિર નાઈક અને અનવર અલ-અવલાકીના વીડિયો દર્શાવતું હતું. પોલીસને એવી પણ શંકા છે કે આ નેટવર્ક એક અલગ ‘ખાવતીન’ પાંખ દ્વારા મહિલાઓની પણ ભરતી કરવાની પ્રયાસ કરતું હતું.

આરોપીઓમાંથી એક સઈદા બેગમ કથિત રીતે પાકિસ્તાન તેમજ જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય ઓપરેટિવ્સના સંપર્કમાં હતી અને જેહાદી પ્રવૃત્તિઓનું સંકલન કરવાની યોજના બનાવી રહી હતી. તપાસમાં સાયબર આતંકવાદ, IED સામગ્રી અને ભારત વિરોધી સામગ્રીનો પણ સમાવેશ થાય છે.તપાસકર્તાઓ જણાવ્યું હતું કે આ ગ્›પ માત્ર કટ્ટરપંથી વિચારધારા જ ફેલાવતું ન હતું, પરંતુ તેની સાથે સાયબર આતંકવાદ અને બોમ્બ બનાવવા સાથે જોડાયેલી સામગ્રી પણ શેર કરી રહ્યું હોય તેવી શક્યતા છે. આરોપીઓએ સાયબર હુમલાઓને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવી હતી, જેમાં સત્તાવાર વેબસાઇટ્‌સ હેક કરવાની યોજનાઓનો પણ સમાવેશ થાય છે. નેટવર્ક સાથે જોડાયેલા સંભવિત વિદેશી ભંડોળની ચેનલોની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસે દાવો કર્યાે હતો કે સભ્યોએ બ્લેક પાવડર અને ઇમ્પ્›વાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો ની તૈયારી સંબંધિત સામગ્રી અપલોડ કરી હતી. હથિયારો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી મેળવવાની યોજના હતી. આ જૂથે ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માસ્ક પહેરેલા, ISISના ધ્વજ પ્રદર્શિત કરતાં અને એક ઉમ્માહ જેવા નારા લગાવતા સભ્યોના ફોટા પોસ્ટ કર્યા હતાં. આરોપીઓએ ઉશ્કેરણીજનક વીડિયો શેર કર્યા હતાં. તેમાં ભારતીય રાષ્ટ્રગીતના અપમાન અને બાળી નાખવા જેવી સામગ્રીનો સમાવેશ થતો હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.