Western Times News

Gujarati News

થરાદ પંથકમાં ભાગી ગયેલાં યુવક-યુવતી ઝડપાતાં યુવકને ઢોર માર માર્યાે

Files Photo

ઘટનાને લઈને પરિવારમાં આક્રોશનો માહોલ

યુવતીના સંબંધીઓએ યુવકને ગુપ્ત ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતાં પાલનપુર ખસેડાયો

થરાદ,થરાદ પંથકમાંથી થોડા સમય અગાઉ યુવક-યુવતી ભાગી ગયા હતા. જોકે, યુવતીના પરિજનોએ ભાગેલા યુવક-યુવતીને શોધી કાઢ્યા હતા. આથી યુવતીના પરિવારના કેટલાક શખ્સોએ ઝડપાયેલા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે જ યુવકના ગુપ્ત ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ હાલત સુધારા પર ન હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી.

આ ઘટનાને લઈ વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. યુવક ઉપર યુવતીના પરિવારના કેટલાક શખ્સોએ ક્‰ર રીતે હુમલો કર્યાે હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે આ બાબતે યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવક થોડા સમયથી ગુમ હતો અને બાદમાં તેમના વિશે યુવતી સાથે ભાગી જવાના સમાચાર સામે
આવ્યા હતા.

દરમિયાન ગઈકાલે યુવક અને યુવતી બંને મળી આવ્યા બાદ, યુવતીના પરિવારના કેટલાક લોકો દ્વારા યુવક સાથે અત્યંત અમાનવીય વર્તન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલો એટલો ક્‰ર હતો કે શરીરના નાજુક ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. યુવાનની હાલત હાલ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને પાલનપુર ખાતે તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને લઈને પરિવારમાં આક્રોશનો માહોલ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.