Western Times News

Gujarati News

અમેરિકામાં પેટ્રોલ ૨૦૨૨ પછી સૌથી મોંઘું

Files Photo

યુદ્ધ અને સપ્લાયમાં અવરોધને કારણે અમેરિકામાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો

ક્‰ડ ઓઈલમાં ભડકોઃ ટ્રમ્પની ધમકી બાદ $૧૧૦ને પાર

વાશિગ્ટન,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્‰ડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. રવિવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં ૧.૮% સુધીનો વધારો નોંધાયો છે.ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્‰ડ ૧.૪% વધીને ૧૧૦.૬૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

જ્યારે યુએસ ક્‰ડ ૧.૮% ના વધારા સાથે ૧૧૩.૬૦ ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખુલે તો ભાવ હજુ પણ વધી શકે છે.યુદ્ધ અને સપ્લાયમાં અવરોધને કારણે અમેરિકામાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.ડેટા મુજબ, રવિવારે અમેરિકામાં ગેસની સરેરાશ કિંમત વધીને ૪.૧૧ ડોલર પ્રતિ ગેલન થઈ ગઈ છે, જે ૨૦૨૨ પછીનું સૌથી ઉંચું સ્તર છે. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકામાં ઈંધણના ભાવમાં લગભગ ૩૮% નો જંગી વધારો થયો છે.ટ્રમ્પે અગાઉ ૨૧ માર્ચે આપેલું અલ્ટીમેટમ વધારીને હવે ૬ એપ્રિલ કર્યું છે.

જોકે, ટ્રમ્પના દાવાઓથી ઉલટું ઓમાનના વિદેશ મંત્રાલયે રવિવારે ઈરાન સાથે આ જળમાર્ગમાંથી જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા દેવા અંગે ચર્ચા કરી છે, જેથી વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાય નહીં.બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી યુદ્ધમાં થયેલા નુકસાનની પૂરેપૂરી ભરપાઈ કરવામાં નહીં આવે, ત્યાં સુધી હોર્મુઝનો માર્ગ ફરીથી ખોલવામાં આવશે નહીં. ઈરાનના આ કડક વલણને કારણે આગામી દિવસોમાં તેલના ભાવ વધુ ભડકે તેવી શક્યતા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.