Western Times News

Gujarati News

હોસ્પિટલોમાં રેડિયોલોજિસ્ટની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરાશે

ન્યૂ યોર્ક, અમેરિકાની મોટી હોસ્પિટલ સિસ્ટમ એનવાયસી હેલ્થ એન્ડ હોસ્પિટલ્સના સીઈઓએ કહ્યું કે, એઆઈ ભવિષ્યમાં રેડિયોલોજિસ્ટ્‌સનું કામ કરશે. આ સિવાય એઆઈ એક્સરેનું નિદાન પણ કરશે. ન્યૂ યોર્ક બિઝનેસ કોન્ફરન્સમાં સીઈઓ મિશેલ કેટ્‌સે કહ્યું કે, જો સરકાર મંજૂરી આપે તો એઆઈ એક્સરે, સીટી સ્કેન અને અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ હળવું કરી શકે છે અને ઘણા કેસમાં તેમને બદલી પણ શકે છે.

એઆઈ પહેલા સ્કેનને તપાસશે અને કોઈ ગડબડ લાગશે તો હ્યુમન ડોક્ટરનો સંપર્ક કરશે. આ પ્રક્રિયાથી હોસ્પિટલનો ખર્ચ ઓછો થઈ શકે છે. ઘણા ડોક્ટરો આ વિચારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એઆઈ પર પૂર્ણ ભરોસો કરવો જોખમી બની શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હાલના એઆઈ સિસ્ટમ્સ હજુ એટલા ડેવલપ નથી થયા કે તે એકલા હાથે જટિલ બીમારીઓનું નિદાન કરી શકે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.