બાંગ્લાદેશઃ મેચ ફિક્સિંગ મામલે ૭ ખેલાડી પર પ્રતિબંધ, બીબીસી અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા
ઢાંકા, બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે.
આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.સીજેકેએસટેલેન્ટ કપ ૨૦૨૬ દરમિયાન શંકાસ્પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નજમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અમીનુલ હક પર પણ શિસ્તભંગની કાર્યવાહી કરીને તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા લોકોની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.બાંગ્લાદેશ ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે મોટો નિર્ણય લેતા મ્ઝ્રમ્ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલને પદ પરથી હટાવી દીધા છે.
તેમના સ્થાને હવે પૂર્વ દિગ્ગજ ખેલાડી તમીમ ઈકબાલને બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમીનુલના કાર્યકાળ દરમિયાન ભારત ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ન મોકલવાના વિવાદાસ્પદ નિર્ણય અને ફિક્સિંગના મામલાઓને જોતા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.SS1MS
