Western Times News

Gujarati News

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યાે હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે.

જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, જીંઇ મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે, તે મતદાર યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ.હાઈકોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે, મતદાર યાદીનું સંચાલન કરવાની રીત નિયમો દ્વારા નિયંત્રિત થાય છે.

જોકે, એકવાર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં સુધારો થઈ જાય પછી અરજદારને નિયમો-૧૯૯૪ હેઠળ પ્રકાશિત અંતિમ યાદીમાં તેનું નામ સામેલ કરી તેનો લાભ આપવો જોઈએ.મતદાર યાદીમાંથી કમી કરી દેવાયેલા એક નાગરિકે ચૂંટણી પંચ સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યાે હતો.

જેમાં હાઈકોર્ટે કેસની હકીકતોની નોંધ લેતાં જણાવ્યું કે, રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, અરજદારનું નામ સંબંધિત વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં અગાઉ હતું પરંતુ તેમણે પોતાનું રહેઠાણ બદલ્યું હોવાથી તેમનું નામ કાઢી નાંખવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તા. ૩-૩-૨૦૨૬ દ્વારા સંબંધિત અધિકારી દ્વારા નિયમો ૧૯૯૪ના નિયમ-૪ હેઠળ અરજદારનું નામ સામેલ કરવાની અરજી સ્વીકારી હતી પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.