Western Times News

Gujarati News

ગુજરાત પોલીસે ગુનેગારોને પકડવા લોન્ચ કર્યું ‘NARIT’ AI ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ?

NARIT એ ડેટા એનાલિસિસ પ્લેટફોર્મ છે જે AI અને ML પર કામ કરે છે. તે લાખોની સંખ્યામાં રહેલા કોલ ડિટેલ્સ (CDR), લોકેશન ડેટા અને ગુનેગારોના ઇતિહાસને સેકન્ડોમાં સ્કેન કરી શકે છે.

લાખોની સંખ્યામાં રહેલા કોલ ડિટેલ્સ (CDR), લોકેશન ડેટા અને ગુનેગારોના ઇતિહાસને સેકન્ડોમાં સ્કેન કરી શકે છે.

ગાંધીનગર: ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે. રાજ્યમાં ગુનાખોરી ડામવા અને જટિલ કેસોના ઝડપી ઉકેલ માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT’ (નેટવર્ક એનાલિસિસ એન્ડ રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન ટૂલ) કાર્યરત કરવામાં આવ્યું છે. આ AI આધારિત સોફ્ટવેર પોલીસને ગુનેગારોના નેટવર્કને તોડવામાં અને ડેટા એનાલિસિસમાં અભૂતપૂર્વ મદદ કરશે. આ પહેલનો હેતું નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.

ડ્રગ્સ સંબધિત કેસોની તપાસમાં સૌથી મોટો પડકાર પ્રક્રિયાત્મક પાલનનો હોય છે. ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે મજબૂત પુરાવા હોવા છતાં તપાસની પ્રક્રિયામાં રહેલી ખામીઓના કારણે આરોપીઓ છુટી જાય છે. આ એપ્લિકેશન દરેક તપાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ આપશે, જેનો ઉપયોગ અંતિમ નિર્ણય લેતી વખતે કરી શકાશે. આથી પ્રક્રિયાત્મક ખામીઓ ટાળવામાં મદદ મળશે, તપાસની ગુણવત્તામાં સુધારો થશે અને અંતે NDPS કેસોમાં દોષિત ઠરાવ દર વધશે.

શું છે ‘NARIT’ AI ટૂલ?

NARIT એ એક એવું એડવાન્સ ડેટા એનાલિસિસ પ્લેટફોર્મ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર કામ કરે છે. તે લાખોની સંખ્યામાં રહેલા કોલ ડિટેલ્સ (CDR), લોકેશન ડેટા અને ગુનેગારોના ઇતિહાસને સેકન્ડોમાં સ્કેન કરી શકે છે.

NARIT ની મુખ્ય વિશેષતાઓ:

  • નેટવર્ક એનાલિસિસ: આ ટૂલ એ શોધી કાઢશે કે એક ગુનેગાર અન્ય કયા લોકો સાથે સંપર્કમાં છે. તે ગુનાહિત ગેંગના આખા ‘ફેમિલી ટ્રી’ કે નેટવર્કને નકશા પર સમજાવવાની ક્ષમતા ધરાવે છે.

  • રિયલ-ટાઇમ ટ્રેકિંગ: શંકાસ્પદ વ્યક્તિઓના લોકેશન અને તેમની ગતિવિધિઓ પર આ ટૂલ દ્વારા ચોકસાઈથી નજર રાખી શકાશે.

  • ડેટા સોર્ટિંગ: અગાઉ જે ડેટા તપાસવા માટે પોલીસ અધિકારીઓને દિવસો લાગતા હતા, તે હવે આ AI ટૂલની મદદથી મિનિટોમાં ફિલ્ટર થઈ જશે.

  • પેટર્ન રેકગ્નિશન: અમુક ચોક્કસ વિસ્તારમાં થતા ગુનાઓની પેટર્ન સમજીને તે પોલીસને આગોતરી ચેતવણી અથવા પ્રોએક્ટિવ પોલીસિંગમાં મદદ કરશે.

તપાસમાં કેવી રીતે થશે ક્રાંતિ?

અત્યાર સુધી પોલીસ મેન્યુઅલી ડેટા એનાલિસિસ કરતી હતી, જેમાં ભૂલ થવાની શક્યતા રહેતી. પરંતુ ‘NARIT’ ના આગમનથી:

  1. સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓના મૂળ સુધી પહોંચવું સરળ બનશે.

  2. ડ્રગ્સ નેટવર્ક અને આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવી વધુ અસરકારક બનશે.

  3. ગુમ થયેલ વ્યક્તિઓ કે ફરાર આરોપીઓને ઝડપવામાં ઝડપ આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ NARIT AI લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે માદક દ્રવ્યો (નશીલા પદાર્થો) ની તપાસ અને કાર્યવાહીને મજબૂત કરવા માટે તૈયાર કરવામાં આવેલું ભારતનું પ્રથમ AI-સંચાલિત ટૂલ છે. અત્યાધુનિક RAG ટેકનોલોજી પર આધારિત આ સિસ્ટમ પોલીસ અધિકારીઓને FIR ના વિશ્લેષણમાં મદદ કરશે, NDPS કાયદા હેઠળ પ્રક્રિયાગત પાલન સુનિશ્ચિત કરશે અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે રાજ્યની ‘ઝીરો ટોલરન્સ’ નીતિના ભાગરૂપે સજાના દરમાં સુધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.