Western Times News

Gujarati News

વરસાદી ઋતુ માં જમીનના દરોમાં રહેતા જીવજંતુઓ અને સરીસૃપો બહાર નીકળવાનો સીલસીલો શરૂ

દિવસ દીઠ ૨૦ થી વધુ વિવિધ ઝેરી અને બિન ઝેરી સાપો મળી આવતા હોવાનું એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને કામધેનુ ગૌરક્ષા સમિતિનો ઘટસ્ફોટ
(પ્રતિનિધિ) ભરૂચ, હાલ વરસાદી માહોલ નો પ્રારંભ થયો છે ત્યારે વરસાદ ના પાણી જમીન માં ઉતરતા જમીનના દરો માં વસવાટ કરતાં જીવજંતુઓ અને સરીસૃપો બફારા ના કારણે બહાર નીકળી રહ્યા છે.ત્યારે ભરૂચ ની એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને કામધેનુ ગૌરક્ષા સમિતિ રોજ ના રહેણાંક વિસ્તાર માંથી ૨૦ થી વધુ ઝેરી અને બિન ઝેરી જીવજંતુઓ અને સરીસૃપોને સુરક્ષીત રીતે ઝડપી પાડી તેને છોડી મુકવાની કાર્યવાહી કરી રહી છે.

બનાવની મળતી માહિતી અનુસાર વરસાદી ઋતુ નો પ્રારંભ થતા જ ઉનાળા ની આકરી ગરમી થી ત્રાહિમામ પુકારી ઉઠેલા શહેરીજનો વરસાદ ના આગમન થી ઠંડક ના કારણે રાહત નો શ્વાસ લીધો હતો.ત્યારે વરસાદી માહોલ જામતા ની સાથે જ વરસાદ ના કારણે વરસાદી પાણી જમીન માં ઉતરવાના કારણે જમીન ના દરો માં રહેતા જીવજંતુઓ અને સરીસૃપો પણ બફારા ના કારણે બહાર નીકળી રહ્યા છે.

ત્યારે શહેરીજનો ને જીવજંતુઓ અને સરીસૃપો ભોગ ન બનાવે તે માટે ભરૂચની એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને કામધેનુ ગૌરક્ષા સમિતિ ની ટીમ શહેર ના વિવિધ વિસ્તારો માં નીકળતા ઝેરી અને બિન ઝેરી સાપ જેવા કે ધામણ,સામાન્ય કુકરી, ડેનડવા,રેસલ વાઈવર, કોબ્રા, કાળોતરો, કાંકરીયું સહીતના અત્યંત ઝેરી સાપો મળી આવવાની ઘટના બની છે.જેમાં માત્ર જૂન માસ ના સમયગાળા દરમ્યાન ૫૦૦ થી વધુ જીવાતો મળી આવતા ભરૂચ ની સેવા ભાવિ સંસ્થાઓ એ તમામ જીવાતો ને ઝડપી લઈ સુરક્ષીત જગ્યા એ ખસેડ્‌યા છે.

એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને કામધેનુ ગૌરક્ષા સમિતિ ના આશિષ શર્મા એ જણાવ્યું હતું કે જૂન માસ માં વરસાદ ના પ્રારંભ થી જ જમીન માં રહેતા ઝેરી અને બિન ઝેરી સાપો તથા વન્ય પ્રાણીઓ મળી આવ્યા છે.ત્યારે જૂન માસ માં જ ૧૫ દિવસ ના ટૂંકા ગાળા માં ૫૦૦ થી વધુ ઝેરી અને બિન ઝેરી ધામણ,સામાન્ય કુકરી, ડેનડવા,રેસલ વાઈવર, કોબ્રા, કાળોતરો, કાંકરીયું સહીત ના અત્યંત ઝેરી મળી આવ્યા છે અને હાલ માં પણ વરસાદી માહોલ થયાવત રહેતા શહેર ના વિવિધ રહેણાંક વિસ્તારો માંથી પણ રોજ ના ૨૦ થી વધુ ધામણ, સામાન્ય કુકરી,ડેનડવા,રેસલ વાઈવર, કોબ્રા, કાળોતરો,કાંકરીયું સહીતના અત્યંત ઝેરી જીવાતો મળી આવવાનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે શહેરીજનો ને પોતાના ઘર કે આસપાસ આવા ઝેરી અને બિન ઝેરી સાપો કે પછી કોઈ પણ જોખમી જીવતો જોવા મળે તો તાત્કાલીક ભરૂચ ની એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને કામધેનુ ગૌ રક્ષા સમિતિ ની ટીમનો મોબાઈલ નંબર ૯૯૯૮૯૬૯૭૮૨ પર સંપર્ક કરવા અપીલ કરી હતી.

ભરૂચ માં દોઢ માસ માં સાપ સહિત ના જીવજંતુઓ કરડી લેવાના ૧૫ થી વધુ બનાવ
ભરૂચ જીલ્લા માં વરસાદી માહોલ જામવાની સાથે ઝેરી જીવજંતુઓ કરડી લેવાના બનાવો પણ ભરૂચ સીવીલ હોસ્પીટલ ના ચોપડે નોંધવા પામ્યા છે. ભરૂચ માં ચોમાસા ની ઋતુ નો પ્રમરભ થતાં ની સાથે જ જમીન ના દરો માં રહેતા જીવજંતુઓ અને સરીસૃપો બહાર નીકળતા લોકો ને કરડી રહ્યા હોવાના ૧૫ થી વધુ કેસ માત્ર દોઢ માસ ના ગાળા માં જ સીવીલ હોસ્પીટલ ના ચોપડે નોંધાયા છે.ત્યારે ભરૂચ ની ખાનગી હોસ્પીટલો માં પણ ઝેરી અને બિન ઝેરી જીવજંતુઓ અને સરીસૃપો કરડી લેવાના કેસ નોંધાયા હોવાથી અંદાજીત ૫૦ થી વધુ લોકો ને પણ જીવજંતુઓ અને સરીસૃપો કરડી હોવાના બનાવો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.