Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

File Photo

વોશિંગ્ટન, ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા પછી હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ફરી યુદ્ધ શરૂ થવાનું છે? આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને યુદ્ધની આશંકાઆને ફરી તેજ કરી દીધી છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ભડક્્યા છે.

તેમણે ઈરાનને ફરીથી પાષાણ યુગમાં મોકલી દેવાની ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને પાષાણ યુગમાં મોકલવા અંગેનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઘણું કડક દેખાઈ રહ્યું છે. તેઓ પહેલા જ કહી ચૂક્્યા છે કે ડીલ થાય કે ન થાય, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. અમે પહેલા જ જીતી ચૂક્્યા છીએ.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ સોશિયલ પર એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાટાઘાટો નિષ્ફળ ગયા પછી હવે ટ્રમ્પ પાસે ઈરાનની નૌકાબંધી કરવાનો વિકલ્પ હાજર છે.

જોકે આ સમાચાર લેખ વાતચીતનું પરિણામ બહાર આવ્યું તે પહેલાનો છે, જેમાં લખ્યું હતું કે જો ઈરાન આ અંતિમ પ્રસ્તાવને ઠુકરાવી દેશે તો ટ્રમ્પ પાસે અનેક વિકલ્પો તૈયાર છે. એટલું જ નહીં, ટ્રમ્પ ઈરાનને પાષાણ યુગમાં પાછું મોકલવાની ધમકી પણ આપી ચૂક્્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.