Western Times News

Gujarati News

કોઈ તોડી ન શકે તેવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો આશા ભોંસલેએ – 20 ભાષામાં 11 હજારથી વધુ ગીતો ગાયા

(એજન્સી)મુંબઈ, ભારતીય સંગીત જગતનાં સુવર્ણ યુગના સાક્ષી અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેનું નામ આજે પણ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. જોકે, સુરોની આ મÂલ્લકા અને દિગ્ગજ ગાયિકા હવે આપણી વચ્ચે રહ્યાં નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ૧૯૪૦ના દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા આશાતાઈએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ પોતાની શૈલીમાં અનેક પ્રયોગો કરીને સંગીતમાં નવા માપદંડો પણ સ્થાપિત કર્યા છે.

૨૦ ભાષાઓમાં ૧૧,૦૦૦થી વધુ ગીતો ગાવાનો તેમનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આજે પણ અકબંધ છે. સંઘર્ષથી સફળતા સુધીની તેમની આ સફર દરેક કલાકાર માટે પ્રેરણારૂપ છે.

આશા ભોંસલેની સફર અને સંઘર્ષ ઃ- આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. પંડિત દીનાનાથ મંગેશકરની ત્રીજી પુત્રી આશાએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે પહેલું મરાઠી ગીત ચલા ચલા નવ બાલ ગાયું હતું. જોકે, તેમને ખરી ઓળખ ૧૬ વર્ષની વયે રાત કી રાની ફિલ્મમાં મળેલા સોલો ગીતથી મળી હતી. સંગીત પરિવારમાંથી હોવા છતાં, ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

લતા દીદી સાથેની સ્પર્ધા અને શૈલીમાં ફેરફાર ઃ- કરિયરની શરૂઆતમાં આશાતાઈનો અવાજ લતા મંગેશકર જેવો જ લાગતો હતો, જેના કારણે લોકો કન્ફ્યુઝ થતા હતા. આશાતાઈએ અનુભવ્યું કે જો તેઓ દીદીની જેમ જ ગાશે, તો તેમની પોતાની કોઈ ઓળખ નહીં બને. આથી તેમણે જાણી જોઈને પોતાની ગાવાની શૈલી બદલી. તેમણે અંગ્રેજી ફિલ્મો જોઈને વેસ્ટર્ન સિંગિંગ શીખી, કવ્વાલી અને ગઝલ પર પકડ મજબૂત કરી અને બોલીવુડના ગીતોને એક નવો અંદાજ આપ્યો.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અને આંતરરાષ્ટ્રીય સન્માન ઃ- વર્ષ ૨૦૧૧માં ૧૧,૦૦૦ થી વધુ ગીતો અને ૨૦થી વધુ ભાષાઓમાં રેકો‹ડગ કરવા બદલ આશા ભોંસલેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. એટલું જ નહીં, તેઓ ૨૦૦૫માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનારા પ્રથમ ભારતીય મહિલા સિંગર પણ બન્યા હતા. તેમનો અવાજ આજે ૨૦૨૬માં પણ એટલો જ તાજગીભર્યો અને પ્રભાવશાળી લાગે છે.

બોલ્ડ ગીતો અને વિવાદો ઃ- દમ મારો દમ અને પિયા તુ અબ તો આજા જેવા ગીતો તે સમયમાં અત્યંત બોલ્ડ માનવામાં આવતા હતા.
આશાતાઈએ પોતે સ્વીકાર્યું હતું કે આર.ડી. બર્મન જ્યારે તેમને આવા ગીતો આપતા ત્યારે તેઓ નારાજ થતા હતા. એક કિસ્સા મુજબ, પિયા તુ અબ તો આજા ના રેકો‹ડગ વખતે ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી શરમને કારણે સ્ટુડિયો છોડીને જતા રહ્યા હતા. છતાં, આશાતાઈએ આ ગીતોને એવી રીતે ગાયા કે તે આજે પણ હિટ છે.

આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી’ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી કરતા હતા. ત્યારે તેમની કુલ સંપત્તિ પર એક નજર કરીએ…

બોલીવુડની ટોચની પ્રતિષ્ઠિત હસ્તીઓમાં સ્થાન મેળવનાર આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલીના ગોર ગામમાં થયો હતો. તેમણે પોતાની ગાયકી કારકિર્દીની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે ૧૯૪૩માં કરી હતી અને પોતાની કારકિર્દી દરમિયાન ૧૨,૦૦૦થી વધુ ગીતો ગાયા હતા. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે.

સ્વર્ગસ્થ આશા ભોંસલે મુંબઈ અને પુણે સહિત વિવિધ શહેરોમાં વૈભવી ઘરો ધરાવતા હતા જેની કિંમત કરોડો રૂપિયા હતી. તેમની સંપત્તિનો અંદાજ એવા અહેવાલો પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે જ તેમણે પુણેમાં એક એપાર્ટમેન્ટ આશરે રૂ.૬ કરોડમાં વેચ્યું હતું.

આ માહિતી ઝ્રઇઈ મેટ્રિક્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા મિલકત નોંધણી દસ્તાવેજો દ્વારા બહાર આવી હતી. તેમણે આ એપાર્ટમેન્ટ ૨૦૧૩માં ખરીદ્યું હતું. તેમનું મુખ્ય નિવાસસ્થાન દક્ષિણ મુંબઈમાં ‘પ્રભુકુંજ’ એપાર્ટમેન્ટ સંકુલ છે, જેની કિંમત પણ કરોડોમાં છે.

એવું માનવામાં આવે છે કે આશા ભોંસલેની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સિંગિંગની કમાણીમાંથી આવે છે. તેમની ગાયકી કારકિર્દી ઉપરાંત તેમણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ રોકાણ કર્યું હતું. આ સાહસમાંથી થતી આવક સતત તેમની નેટવર્થની વૃદ્ધિમાં ફાળો આપે છે. આશા ભોંસલેએ ૨૦૦૨માં રેસ્ટોરન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો, જ્યારે તેમણે દુબઈના વાફી મોલમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ખોલ્યું, જેનું નામ ‘આશા’ હતું.

ત્યારબાદ તેમણે આ બિઝનેસનો સતત વિસ્તાર કર્યો. એક યુટ્યુબ ચેનલ પર તેમણે પોતે ઉલ્લેખ કર્યો કે તેઓ વિશ્વભરમાં ઘણી રેસ્ટોરન્ટની માલિકી ધરાવે છે. દુબઈ ઉપરાંત તેમના પોર્ટફોલિયોમાં કુવૈતમાં પાંચ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. દોહા (કતાર), બહેરીન અને અબુ ધાબી જેવા મધ્ય પૂર્વીય દેશો ઉપરાંત તેમની પાસે લંડન અને માન્ચેસ્ટરમાં એક-એક રેસ્ટોરન્ટ છે, જ્યારે બ‹મગહામ બે ‘આશા’ રેસ્ટોરન્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.