Western Times News

Gujarati News

ઈરાનના પુલ-પાવર પ્લાન્ટ તોડી પાડીશું: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન, મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ ચાલી રહ્યું છે, જે આગામી સપ્તાહે પૂરું થઈ રહ્યું છે. જોકે, આ પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત ઈસ્લામાબાદમાં સોમવારે બીજા તબક્કાની ચર્ચા થવાની સંભાવના છે તેમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું.

આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે ઈરાન હવે ડીલ નહીં કરે તો તેના બધા જ પુલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાત્મો બોલાવી દઈશું. બીજીબાજુ ઈસ્લામાબાદમાં સોમવારે શાંતિ મંત્રણા અંગે ઈરાને કોઈ સ્પષ્ટતા કરી નથી. વધુમાં પ્રમુખ મસૂદ પેઝેશકિયાને ટ્રમ્પને જવાબ આપ્યો છે કે ઈરાન પરમાણુ અધિકારો અંગે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ મંત્રણાની સંભાવનાઓના પગલે સોમવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ અને ક્‰ડ બજાર પર મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શાંતિ મંત્રણા માટે તેમની શરતો માનવા માટે બુધવારની ડેડલાઈન આપી હતી. હવે તેમણે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની ચર્ચા થશે.

જોકે, આ શાંતિ મંત્રણા માટે કોણ જશે અને કોણ નહીં તે અંગે ટ્રમ્પ અથવા વ્હાઈટ હાઉસે કોઈ માહિતી આપી નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્‌›થ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાનને ધમકી આપતા લખ્યું કે, ઈરાને હોર્મુઝની ખાડીમાં શનિવારે કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યાે છે.

તેમણે ધમકી આપી કે હવે ઈરાન અમેરિકા દ્વારા અપાયેલી સમજૂતી સ્વીકાર નહીં કરે તો તેઓ ઈરાનના બધા જ પુલ, પાવર પ્લાન્ટ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી નાંખશે. ઈરાન સાથે સમજૂતી મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી થશે. એક નહીં તો બીજી રીતે, સારી રીતે નહીં તો મુશ્કેલ રીતે પણ થશે ખરા.

સૂત્રો મુજબ ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની વાટાઘાટો માટે ઉપપ્રમુખ જેડી વાન્સ નહીં જાય. સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સોમવારે ઈસ્લામાબાદ પહોંચશે તેમ માનવામાં આવે છે. પહેલા તબક્કાની શાંતિ મંત્રણાનું નેતૃત્વ જેડી વેન્સે કર્યું હતું. જોકે, બીજા તબક્કાની વાટાઘાટો અંગે ભારે અનિશ્ચિતતા ફેલાયેલી છે.

વધુમાં એ પણ સ્પષ્ટ નથી કે બીજા તબક્કાની મંત્રણામાં બંને પક્ષ અગાઉની બેઠકમાં અટકેલા ઈરાનના પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ પર નિયંત્રણ જેવા મુદ્દાઓ પર તેમના વલણમાં કોઈ ફેરફાર માટે તેઓ તૈયાર છે કે નહીં.ઈરાન સ્થાયી શાંતિ ઈચ્છે છે, પરંતુ અમેરિકા પર વિશ્વાસ નથી ઃ ગાલિબાફબીજા તબક્કાની વાટાઘાટોની વાત એવા સમયે આવી છે જ્યારે ઈરાનના જહાજો પર અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખતા ઈરાને પણ તેના તરફથી બધા જ જહાજો પર નાકાબંધી કરી દીધી છે.

ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે, અમારા જહાજો પસાર નહીં થઈ શકે તો કોઈના જહાજો પસાર નહીં થવા દેવાય. જોકે, તેમણે અમેરિકા સાથે સમજૂતી મુદ્દે કહ્યું કે, કૂટનીતિક મોરચા પર અમે પીછેહઠ નહીં કરીએ. અમે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.