ઈરાની મહિલાએ અમેરિકામાં ૬ ડ્રોન, દારૂગોળા માટે ૭ કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યા
ઇરાન માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
લોસ એન્જેલસ, ઈરાની સરકાર તરફથી શસ્ત્રોનો સોદો કરવા બદલ ઈરાની મૂળની એક મહિલાની શનિવારે લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હોવાનું ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું.
Shamim Mafi, 44 years old, a resident of Woodland Hills, was arrested at Los Angeles International Airport on charges of weapons smuggling on behalf of the Islamic Republic.
આ અહેવાલ મુજબ કથિત રીતે હથિયારોના આ સોદામાં હુમલાખોર ડ્રોન, બોમ્બ ફ્યુઝ અને દારૂગોળાનો સમાવેશ થતો હતો. આ હથિયારોનો ઉપયોગ કથિત રીતે સુદાનમાં હાલ ચાલી રહેલા ગૃહયુદ્ધમાં થવાનો હતો.કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની અમેરિકન એટર્નીની ઓફિસે ઈરાની મૂળની ૪૪ વર્ષીય શમિમ માફી પર ગેરકાયદે રીતે હથિયારોના સોદા કરવાનો આરોપ મૂક્યો છે.
માફી પર આરોપ મૂકાયો છે કે તેણે એટલાસ ઈન્ટરનેશનલ બિઝનેસ નામની ઓમાનમાં રજિસ્ટર્ડ ળન્ટ કંપનીનો ઉપયોગ કરીને ૨૦૨૫માં હથિયારોનો સોદો કર્યા હતો.અમેરિકન સત્તાવાળાઓએ શમિમ માફી પર મોહજેર-૬ હુમલાખોર ડ્રોન માટે સાત કરોડ ડોલરના ટ્રાન્ઝેક્શન થયાનો દાવો કર્યા છે.
આ ડ્રોન ઈસ્લામિક રાષ્ટ્રના સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોના લોજિસ્ટિક્સમાંથી મેળવેલા ઈરાની લશ્કરી ગ્રેડના માનવરહિત ડ્રોન છે. આ જ નેટવર્કે કથિત રીતે સુદાનના સંરક્ષણ મંત્રાલયમાં ૫૫,૦૦૦ બોમ્બ ફ્યુઝ ખસેડયા હતા, જે ૨૦૨૩થી ગૃહયુદ્ધમાં સપડાયેલું છે.ફરિયાદ પક્ષે જણાવ્યું છે કે શમિમ માફી પાસે આ પ્રકારના હથિયારોના સોદા કરવાની કોઈ કાયદાકીય મંજૂરી નહોતી.
કોર્ટ ફાઈલિંગ્સમાં નોંધવામાં આવ્યું છે કે માફી ડિસેમ્બર ૨૦૨૨થી જૂન ૨૦૨૫ વચ્ચે ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સીધા સંપર્કમાં હોવાનું તેના ફોન રેકોડ્ર્સ દર્શાવે છે. માફીએ ૨૦૧૩માં ઈરાન છોડી દીધું હતું અને ૨૦૧૬માં તેણે અમેરિકાનું કાયમી નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે, માફીએ ઈરાનની સરકાર તરફથી ક્યારેય પણ અમેરિકામાં કોઈપણ પ્રવૃત્તિ કરી હોવાનો ઈનકાર કર્યા હતો.
ફરિયાદ પક્ષે આરોપ મૂક્યો છે કે ૨૦૨૦માં ઈરાનની ઓથોરિટીએ શમિમ માફીને તેના પિતા તરફથી વારસામાં મળેલી મિલકતો જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ ઈરાનના જાસૂસી મંત્રાલયે તેને પોતાની મિલકતો પાછી મેળવવા માટે અમેરિકામાં કારોબાર શરૂ કરવાનું જણાવ્યું હતું.
તાજેતરના વર્ષામાં સુદાનના સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના સંઘર્ષ સહિત કેટલાક સંઘર્ષામાં મોહાજેર-૬ ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું જોવા મળ્યું છે.
