Western Times News

Gujarati News

“મને કોઈ રોલ ઓફર કરતું નથી”: અર્ચના પુરણસિંહ

મુંબઈ, ચાર દાયકાથી વધુ સમયથી ઇન્ડિયન સિનેમામાં કાર્યરત અર્ચના પુરણસિંહે તાજેતરમાં ખુલાસો કર્યાે છે કે ટેલિવિઝન પર તેની લોકપ્રિયતા જ તેની ફિલ્મ કારકિર્દી માટે અડચણ બની ગઈ છે. પહેલાં વિવિધ કોમેડી શોમાં જજ તરીકે અને પછી ૨૦૧૯માં તેણે ‘ધ કપિલ શર્મા શો’માં નવજોત સિંહ સિદ્ધુને બદલે એન્ટ્રી લીધી અને થોડા સમયમાં જ દર્શકોમાં લોકપ્રિય બની ગઈ.

પરંતુ શોના વ્યસ્ત શીડ્યુલને કારણે તે ફિલ્મો માટે સમય આપી શકી નહીં.તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે વર્ષાે દરમિયાન તેને ઘણી ફિલ્મની ઓફર્સ મળી, જેમાં એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પણ હતો, જેમાં લગભગ એક મહિના માટે બહાર રહેવું પડે એમ હતું. પરંતુ ટીવી કમિટમેન્ટ્‌સને કારણે તેણે આ ઓફર્સ ઠુકરાવવી પડી હતી. આ રીતે સતત ના પાડવાના કારણે ધીમે ધીમે ફિલ્મ ઓફર્સ આવવી પણ ઘટી ગઈ.

અર્ચનાએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં તેની ઈમેજને કારણે પણ મુશ્કેલી પડી રહી છે.“હું ગમે તેટલા પણ પ્રયત્ન કરું, ફિલ્મમેકર્સને સમજાવી શકતી નથી. હવે તો મને કોઈ રોલ ઓફર કરતું નથી. તેમને લાગે છે કે હું ફક્ત ખુરશી પર બેસીને હસતી વ્યક્તિ છું.”

હાલમાં અર્ચના પુરણસિંહ ઓટીટી ફિલ્મ ‘ટોસ્ટર’માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરે છે, જે હવે આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે પણ જોડાયો છે. અર્ચનાએ જણાવ્યું કે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તેની સાથેના કામ પછી રાજકુમારે મને ‘ટોસ્ટર’ માટે પસંદ કરી. મને આશા છે કે આ ફિલ્મ મને વધુ ફિલ્મોમાં કામ કરવાની તક આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.