Western Times News

Gujarati News

કૃષ્ણ જન્મભૂમિમાં ભક્તિના માહોલ વચ્ચે લોન્ચ થયું ‘કૃષ્ણાવતારમ’નું ટ્રેલર

મુંબઈ, ભગવાન કૃષ્ણની દૈવી ગાથાને મોટા પડદા પર જીવંત બનાવતી ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’નું ટ્રેલર આધ્યાત્મિક વાતાવરણમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કૃષ્ણનાં જન્મસ્થળ મથુરાની ભૂમિમાં હજારો ભક્તોની હાજરીમાં આ ઇવેન્ટ યોજવામાં આવી હતી.

આ ફિલ્મમાં સત્યભામાનું પાત્ર ભજવી રહેલા સંસ્કૃતિ જયના અને કૃષ્ણનું પાત્ર ભજવી રહેલા સિદ્ધાર્થ ગુપ્તા પણ મથુરાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. જેમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.

ફિલ્મ માત્ર એક સિનેમેટિક પ્રસ્તુતિ નહીં, પરંતુ ભક્તિ અને દૈવી પ્રેમની એક શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ટ્રેલરમાં ભગવાન કૃષ્ણના જીવનની ઝલકને ભવ્યતા અને સૌંદર્ય સાથે દર્શાવવામાં આવી છે, જે દર્શકોને એક આધ્યાત્મિક યાત્રા પર લઈ જવાનું વચન આપે છે. ફિલ્મની વાર્તા જાણીતા લેખકો પ્રકાશ કાપડિયા અને રામ મોરીએ લખી છે, જ્યારે સિનેમેટોગ્રાફીની જવાબદારી અયાનંકા બોઝે કરી છે.

સંગીત પ્રસાદ એસ દ્વારા આપવામાં આવ્યું છે. કોસ્ટ્યુમ ડિઝાઇન નિધી યશાએ તૈયાર કરી છે અને ગીતોના શબ્દો ઇર્શાદ કામિલે લખ્યા છે, જે ફિલ્મનાં ભાવનાત્મક ઊંડાણને વધુ મજબૂત બનાવે છે.દિગ્દર્શક હાર્દિક ગજ્જરના નિર્દેશનમાં બનેલી ‘કૃષ્ણાવતારમ’ને ક્રિએટિવલેન્ડ સ્ટુડિયોઝ એન્ટરટેઇનમેન્ટના સાજન રાજ કુરુપ અને શોભા સંત દ્વારા પ્રસ્તુત અને પ્રોડ્યુસ કરવામાં આવી છે.

સાથે જ અથશ્રીકથા મોશન પિક્ચર્સના પૂનમ શ્રોફ અને પર્થ ગજ્જર પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ફિલ્મનું વૈશ્વિક વિતરણ એએ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે, જ્યારે તેનું સંગીત સારેગામા દ્વારા રિલીઝ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.