Western Times News

Gujarati News

TCS કેસઃ આરોપીઓ યુવતીને અયોગ્ય રીતે સ્પર્શતા હતાં

નાસિક, મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) શાખામાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનના કેસોમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં એક નવપરિણીત યુવતીએ પોલીસ સમક્ષ રજૂ કરેલી આપવીતી કોર્પાેરેટ જગતની કાળી બાજુ ઉજાગર કરે છે.

પીડિતાના જણાવ્યા અનુસાર, ૨૦૨૫માં જ્યારે તે ‘એસોસિએટ’ તરીકે જોડાઈ, ત્યારે ટ્રેનિંગ લીડર અને અન્ય ટીમના સભ્યો તેની અંગત જિંદગી અંગે અશ્લીલ પ્રશ્નો પૂછતા હતા. આસિફ અન્સારી નામનો કર્મચારી જગ્યા ન હોવા છતાં તેની બાજુમાં બેસી જતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો.

એક વખત ગેલેરીમાં ઊભેલી યુવતીને આસિફ દ્વારા બળજબરીથી ભેટી પડવાની ગંભીર ઘટના પણ બની હતી. આરોપીઓ રોજબરોજ યુવતીના ફિગર અને અંતઃવસ્ત્રોના માપ અંગે ગંદી ટિપ્પણીઓ કરી તેને શરમજનક સ્થિતિમાં મુકતા હતા.

આ કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે, કેન્સર પીડિત પિતાની કીમોથેરાપી અને દવાનો ખર્ચ ઉઠાવવા માટે એક અન્ય મહિલા કર્મચારી પણ નિરંતર અપમાન સહન કરતી રહી હતી. તેની આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેનું માનસિક શોષણ કરાતું હતું.

રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે કંપનીની મુલાકાત લઈને દોઢ કલાક સુધી સઘન તપાસ કરી હતી. આયોગે કેન્ટીન, વેઇટિંગ રૂમ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી પીડિત યુવતીઓ સાથે પૂછપરછ કરી હતી.નાસિકની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) શાખામાં જાતીય સતામણી અને ધાર્મિક દબાણના કેસમાં આરોપી નિદા ખાનને સ્થાનિક કોર્ટે વચગાળાનું રક્ષણ આપવાનો ઇનકાર કર્યાે છે. નિદાએ બે મહિનાની ગર્ભાવસ્થા ટાંકી આગોતરા જામીન માંગ્યા હતા.

જોકે, એડિશનલ સેશન્સ જજ કે. જી. જોશીએ પોલીસને ૨૭ એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપી સુનાવણી સ્થગિત કરી છે. હાલ એસઆઈટીની ટીમ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં નિદા ખાનની શોધખોળ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.