Western Times News

Gujarati News

યુવતીએ સરપ્રાઈઝના બહાને બોયફ્રેન્ડને ખુરશી સાથે બાંધીને જીવતો સળગાવ્યો

યુવતીએ સરપ્રાઈઝના બહાને બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, આગ લગાવ્યા બાદ મોબાઈલમાં બનાવ્યો વીડિયો

બેંગલુરુ, બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવી ‘વેસ્ટર્ન સ્ટાઇલ’માં પ્રપોઝ કરવાનું બહાનું આપી તેના કપડાં ઉતાર્યા, આંખે પાટા બાંધ્યા અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો. પોલીસે આ ક્રૂર હત્યાના આરોપમાં ૨૭ વર્ષીય પ્રેમિકાની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કિરણ અને આરોપી પ્રેરણા છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા. મંગળવારે બપોરે અંદાજે ૨ વાગ્યે પ્રેરણાના બોલાવવાથી કિરણ તેના ઘરે પહોંચ્યો હતો. પ્રેરણાએ કિરણને “વેસ્ટર્ન-સ્ટાઇલ પ્રપોઝલ” આપવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પ્રેરણાએ કિરણની આંખો પર પાટા બાંધ્યા અને તેના હાથ-પગ ખુરશી સાથે બાંધી દીધા.

જ્યારે કિરણે આટલી સખ્ત રીતે બાંધવા બાબતે સવાલ કર્યો, ત્યારે પ્રેરણાએ તેને એમ કહીને શાંત પાડ્યો કે આ વિદેશમાં પ્રચલિત એક ‘ટ્રેન્ડ’ છે. ત્યારબાદ મહિલાએ તેના કપડાં ઉતારી તેનું ધ્યાન ભટકાવ્યું અને અગાઉથી તૈયાર રાખેલું પેટ્રોલ અને કેરોસીન તેના પર છાંટીને આગ ચાંપી દીધી.

એવું બહાર આવ્યું કે કિરણ તેની ભૂતપૂર્વ પ્રેમિકાના સંપર્કમાં હતો અને પ્રેરણાને અવગણવા લાગ્યો હતો. કિરણે તેની સાથે પાર્ટી પણ કરી હતી અને ફોટા પણ પાડ્યા હતા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

ત્યારબાદ, કિરણે પ્રેરણાનો નંબર બ્લોક કરી દીધા. બાદમાં પ્રેરણાએ કિરણને બીજા નંબર પરથી ફોન કર્યો અને તેણે નક્કી કરેલી તારીખે સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. ત્યારબાદ માત્ર બે દિવસમાં તેણે હત્યાની યોજના બનાવી અને તેણે અંજામ આપ્યો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે તેણે એકલા હાથે જ આ બધુ કામ કર્યું હતું કે કોઈ બીજું તેમાં સામેલ હતું.

આ ઘટનામાં કિરણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી મહિલાએ આ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલ ફોનમાં રેકો‹ડગ પણ કર્યું હતું, જે હવે પોલીસ માટે મુખ્ય પુરાવો બન્યું છે. આરોપી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. છઝ્રઁ અશોક અને ઇન્સ્પેક્ટર ભાસ્કર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

બ્યાવરાહલ્લી પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાએ કિરણને કથિત રીતે કહ્યું હતું કે, તે તેને અંગ્રેજી સ્ટાઈલમાં પ્રપોઝ કરશે. ત્યારબાદ તેણે તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. પોલીસને શંકા છે કે હત્યા કરતા પહેલા મહિલાએ પીડિત સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.