Western Times News

Gujarati News

બાઇક પર જઇ રહેલાં દંપતીનું ગુંદરી પાસે કારની ટક્કરે મોત

પાલનપુર, રાજસ્થાનનું દંપતી બાઇક લઇ આરખી ગામે માતાજીના દર્શનાર્થે જઇ રહ્યું હતું. તેઓ દાંતીવાડાના ગુંદરી પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલી કારે ટક્કર મારતાં બાઇક સવાર પતિ-પત્ની અને ૧ વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુંહતું.

જ્યારે નાના બાળકની પાલનપુર સિવિલ ખાતે સારવાર હાથ ધરવામાં આવી હતી.રાજસ્થાનના રેવદર તાલુકાના આંમલાખેડા ગામના પ્રકાશકુમાર થાનારામ પત્ની અને એક વર્ષના બાળકને લઇ બાઇક પર આરખી ગામે આવેલા દશા માતાના દર્શનાર્થે જઇ રહ્યા હતા.

તેઓ દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામની સીમ પાસે હાઇવે પર આવેલા જલારામ ઢાબા સામે પહોંચ્યા ત્યારે ગુંદરીથી મંડાર તરફ આવી રહેલી અર્ટિગા કારના ચાલકે પ્રકાશકુમારના બાઇક ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્ની અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત થતાં સ્થાનિક લોકોએ તેઓને ૧૦૮ મારફતે પાંથાવાડા ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ત્રણેયની તબિયત વધુ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રકાશકુમાર થાનારામ તથા તેમની પત્ની ગીતાદેવી પ્રકાશકુમારનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતક ગીતાબેનના ભાઇએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.