Western Times News

Gujarati News

હું રેપિસ્ટ કે પીડોફાઈલ નથીઃ ટ્રમ્પ તાડૂક્યા

વોશિંગ્ટન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વોશિંગ્ટન ખાતે વ્હાઈટ હાઉસ કોરસપોન્ડટ્‌સ એસોસિએશન આયોજિત ડિનર દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં સલામતી દળોએ હુમલાખોર યુવકને ઝડપી લીધો હતો અને તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

વિશ્વભરમાં ચકચાર જગાવનારી આ ઘટના બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિવિઝન પર ઈન્ટરવ્યૂ આપ્યો હતો. હુમલા સમયના દૃશ્યોને ટ્રમ્પ યાદ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરના મેનિફેસ્ટો અંગે સવાલ પૂછાતા ટ્રમ્પ ભડકી ઊઠ્યા હતા.

ઈન્ટરવ્યૂમાં ગરમા-ગરમ દલીલો સાથે ટ્રમ્પે ખુલાસો કર્યાે હતો કે, હું રેપિસ્ટ કે પીડોફાઈલ નથી. સીબીએસ ‘૬૦ મિનિટ્‌સ’ સાથે ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે હિલટોન હોટેલમાં અફરા-તફરીના માહોલ અંગે વાત કરી હતી. ફાયરિંગના અવાજ વચ્ચે ઈજાગ્રસ્ત થવાની શક્યતા અંગે તેમણે કહ્યું કે, મને ચિંતા ન હોતી. આપણે વિચિત્ર દુનિયામાં રહીએ છીએ. શું બની રહ્યું છે, તે જોવાની ઉત્સુકતા હતી. તેના કારણે સલામત રીતે બહાર લઈ જવા માગતા સીક્રેટ સર્વિસ સ્ટાફની કામગીરી ધીમી પડી હતી.

મારી આસપાસ ઘણાં સારા લોકો હતા, પરંતુ કદાચ મારા લીધે તેમની કામગીરી વધુ ધીમી થઈ હતી. ‘વેઈટ એ મિનિટ, વેઈટ એ મિનિટ’ કહીને મેં ચાલવાનું શરૂ કર્યું હતું. સલામતી જવાનો નીચા નમીને જવાનું કહેતા રહ્યા અને હું ધીમે-ધીમે ચાલતો હતો. બાદમાં હું અને ફર્સ્ટ લેડી ગોઠણભેર બહાર નીકળ્યા હતા. હુમલાને અંજામ આપતા પહેલા શકમંદે પોતાના પરિવાર સાથે મેનિફેસ્ટો શેર કર્યાે હતો.

આ અંગે સવાલ પૂછાતા ટ્રમ્પ ભડક્યા હતા, તેમણે શોના હોસ્ટને પરખાવ્યુ હતું કે તમે આ વાંચો તેની જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તમે આ કરશો, કારણ કે તમે બહુ ભયંકર લોકો છો. મેનિફેસ્ટો મેં વાંચ્યો છે. હુમલાખોર મનોરોગી છે અને સીબીએસ ‘૬૦ મિનિટ્‌સ’માં તેને વાંચવો તે અપમાનજનક છે, પરંતુ તમે આગળ વધો, આપણે ઈન્ટરવ્યૂ પૂરો કરીએ. મેનિફેસ્ટોમાં હુમલાખોરે રેપિસ્ટ-પીડોફાઈલ પર હુમલાનો ઉલ્લેખ કર્યાે હતો. આ અંગે જવાબ આફતા ટ્રમ્પે કહ્યું હતું કે, હું રેપિસ્ટ કે પીડોફાઈલ નથી. વિકૃત હુમલાખોરે કરેલા વર્ણનો સાથે મારો કોઈ સંબંધ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.