Western Times News

Gujarati News

એટીએફના ભાવ ઘટાડો નહીં તો અમારા વિમાનો ઉડતા બંધ થઇ જશે: એરલાઈન્સ

નવી દિલ્હી, એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી દેશના મહત્વની એરલાઇન્સ કંપનીઓએ સરકારને જણાવ્યું છે કે દેશનો એરલાઇન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યો છે અને “અમે અમારા વિમાનો ઉડાડવાનું બંધ પણ કરી શકીએ તેમ છીએ કેમ કે અમારા તમામ ઓપરેશન્સ બંધ થવાના” આરે આવીને ઉભા છે.

તેઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ઘટાડો કરવાની અને આર્થિક સહાયની કરવાની માંગ કરી છે.પશ્ચિમ એશિયામાં તંગદિલી વધવાથી ખનિજતેલના ભાવ વધી ગયા છે અને એર સ્પેસ પર પ્રતિબંધોને કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થયો છે. એટીએફ એરલાઇનના કુલ ઓપરેશનલ ખર્ચમાં લગભગ ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.

ફેડરેશન આૅફ ઇન્ડિયન એરલાઇન્સએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે પહેલાં જેમ “ક્રેક બેન્ડ” પદ્ધતિ અમલમાં મુકાઈ હતી, તે મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ઓપરેશન્સ માટે સમાન ઈંધણ ભાવ પદ્ધતિ લાગુ કરવામાં આવે. જેટ ફ્યુઅલના ભાવમાં વધારો અને કાચા તેલ તથા એટીએફ વચ્ચેના ઊંચા ભાવ તફાવતને કારણે એરલાઇન્સના સંચાલન માટે મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે.

“ કોઈપણ એડ-હોક ભાવ નક્કી કરવું અથવા એટીએફના ભાવમાં અયોગ્ય વધારો એરલાઇન્સ માટે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન લાવશે અને વિમાનોને જમીન પર રાખવાની ફરજ પડશે, જેના પરિણામે ફ્લાઇટ રદ થશે,” એમ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટનું પ્રતિનિધિત્વ કરતાં ફેડરેશને જણાવ્યું.

૨૬ એપ્રિલના પત્રમાં તેમણે કહ્યું, “હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા, જીવંત રહેવા અને ઓપરેશન્સ ચાલુ રાખવા માટે તાત્કાલિક અને મહત્વપૂર્ણ આર્થિક સહાય માટે અમે આપનો તાત્કાલિક હસ્તક્ષેપ માંગીએ છીએ.” એરલાઇન્સે એટીએફ પર લાગતા ૧૧ ટકા એક્સાઇઝ ડ્યુટીમાં તાત્કાલિક રાહત (સ્થગિત કરવી)ની માંગ પણ કરી છે.

તેમણે જણાવ્યું કે, “સંકટ પહેલાંની તુલનામાં એટીએફના ભાવમાં અસામાન્ય વધારો અને રૂપિયા કમજોર થવાથી, ૧૧ ટકા એક્સાઇઝ ડ્યુટીનો ભાર પણ ઘણો વધી ગયો છે.”કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ૨૯મી એપ્રિલે વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થવાની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝિંકાશે.

પશ્ચિમ એશિયાના યુદ્ધને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના ભણકારા વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચૂંટણીલક્ષી રાહત હવે પૂરી થઈ છે. મોંઘવારીનો ગાળિયો વધુ મજબૂત બનશે. ૨૯ એપ્રિલ પછી પેટ્રોલ, ડીઝલ સહિતની તમામ વસ્તુઓ મોંઘી થશે. ઓઈલ સસ્તું હતું ત્યારે મોદી સરકારે નફો રળી લીધો, હવે જ્યારે ક્‰ડ મોંઘું થઈ રહ્યું છે ત્યારે આ વધારાનો બોજ તમારા માથે નાખશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.