Western Times News

Gujarati News

ICICI બેંકે iMobile પર UPI ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનની સુવિધા શરૂ કરી

  • રૂપિયા 5,000 સુધીના UPI વ્યવહારો માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન દ્વારા પેમેન્ટ ઓથેન્ટિકેશન રજૂ કરાયું
મુંબઈઃ ICICI બેંકે તેની મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ‘iMobile’ મારફતે થતા UPI ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.આ સુવિધા દ્વારા યુઝર્સ હવે રૂપિયા 5,000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે ફેસિયલ રેકગ્નિશન એટલે કે ચહેરાની ઓળખ અથવા તો ફિંગરપ્રિન્ટ  એટલે કે આંગળીની છાપ દ્વારા અધિકૃતતા આપી શકશે, જેને લીધે યુઝરનો એક્સપિરિયન્સ વધુ સારો થશે. આ નવી સુવિધાને લીધે નિર્ધારિત મર્યાદા સુધીના વ્યવહારો માટે હવે મેન્યુઅલી UPI PIN દાખલ કરવાની જરૂર રહેશે નહીં.
બાયોમેટ્રિક્સની રજૂઆતથી ઝડપી પેમેન્ટ અને સુરક્ષા એમ બંને પ્રકારના ફાયદા મળે છે, જેનાથી જાહેર સ્થળો પર પાછળથી કોઈ તમારો પિન જોઈ લેવાનુ જોખમ રહેતુ નથી. ગ્રાહકો હવે પિયર-ટુ-પિયર (P2P) મની ટ્રાન્સફર, દુકાનોમાં પેમેન્ટ માટે QR સ્કેન કરવા અથવા ઓનલાઇન પેમેન્ટ જેવા UPI વ્યવહારોને પોતાના બાયોમેટ્રિક્સ દ્વારા અધિકૃત કરી શકશે. જોકે રૂપિયા 5,000 થી વધુ રકમના વ્યવહારો માટે ગ્રાહકે પેમેન્ટ પૂરું કરવા માટે તેમના વર્તમાન UPI PIN નો ઉપયોગ કરવો પડશે.
”ICICI બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ હંમેશા અમારી કામગીરીના કેન્દ્રમાં રહ્યું છે અને અમે અમારા ગ્રાહકોને અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં માનીએ છીએ. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની રજૂઆત વર્તમાન નિયમનકારી માર્ગદર્શિકાને અનુરૂપ છે અને તે વધુ સુરક્ષિત અને સરળ પેમેન્ટ અનુભવ સક્ષમ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
iMobile પર ડિવાઇસ-લેવલ બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરીને અમારો ઉદ્દેશ્ય ઉપયોગ કરવામાં સરળતા સુનિશ્ચિત કરવાની સાથે ટ્રાન્ઝેક્શન સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. ગ્રાહકો પાસે તેમની પસંદગી અને સુવિધા મુજબ PIN-આધારિત અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વચ્ચે પસંદગી કરવાની સુગમતા પણ રહેશે.”
આ સુવિધા એન્ડ્રોઇડ (Android)ના લેટેસ્ટ વર્ઝન v30 અને આઈફોન (iOS)ના લેટેસ્ટ વર્ઝન v28.2 પર ઉપલબ્ધ છે.એન્ડ્રોઇડ યુઝર્સ ફિંગરપ્રિન્ટ દ્વારા અને આઈફોન (iOS) યુઝર્સ ફેસિયલ રેકગ્નિશન દ્વારા વ્યવહારોને અધિકૃત કરી શકે છે.
iMobile યુઝર્સ ફક્ત થોડા સરળ સ્ટેપ્સ દ્વારા આ બાયોમેટ્રિક ઓથેન્ટિકેટરને સરળતાથી એક્ટિવેટ કરી શકે છે.
  • iMobile Appમાં લોગ કરો.
  • UPI પેમેન્ટ્સ પર ક્લિક કરો અને UPI સેટિંગ્સ પસંદ કરો
  • બાયોમેટ્રીકને સક્ષમ કરવા માટે એકાઉન્ટ નંબર પસંદ કરો
  • ’પેમેન્ટ માટે બાયોમેટ્રીકનો ઉપયોગ’ પસંદ કરો અને ‘પ્રોસેસ્ડ’ પર ક્લિક કરો.
  • વેરિફિકેશન માટે તમારો UPI PIN દાખલ કરો
  • ડિવાઈસ-લેવલ બાયોમેટ્રીક ડેટાને અધિકૃત કરો
‘iMobile’ વિશે વધુ માહિતી મેળવવા અને એપ ડાઉનલોડ કરવા માટે Google Play Store અથવા Apple App Storeની મુલાકાત લો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.