નાકાબંધી સામે ‘અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહી’ કરવાની ઇરાનની ધમકી
તહેરાન, ઇરાન અને ઇઝરાયેલ સાથેના અમેરિકાના યુદ્ધનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. ઇરાને અમેરિકાની નાકાબંધીને તેની દરિયાઈ ચાંચિયાગીરી અને લૂંટફાટ ગણાવી ટૂંકસમયમાં અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તો બીજી બાજુઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ઈરાની શાસન અમેરિકા સાથે શાંતિ સમજૂતી માટે સંમત ન થાય ત્યાં સુધી તેઓ ઈરાન પર નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે.
ટ્રમ્પનું માનવું છે કે આ આર્થિક અને લશ્કરી દબાણ જ ઈરાનને મંત્રણાના ટેબલ પર લાવશે. બીજી બાજુ અમેરિકાએ જાહેરાત કરી છે કે ઇરાન સાથેના યુદ્ધને કારણે તેને ૨૫ અબજ ડોલરનું નુકસાન થયું છે.
દરમિયાન યુદ્ધનો અંત લાવવા માટેની વાટાઘાટો અટકી પડી છે.દરમિયાન, આ મામલાથી વાકેફ સૂત્રોએ દાવો કર્યાે છે કે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ એ ઈરાન પર હુમલાની એક ટૂંકી અને શક્તિશાળી હુમલા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો ઈરાન તરફથી કોઈ ઉશ્કેરણીજનક પગલું ભરવામાં આવશે અથવા સમજૂતીમાં અવરોધ ઊભો થશે, તો અમેરિકા આ લશ્કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છે.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ અત્યંત નાજુક છે અને અમેરિકા ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની વ્યૂહરચના પર આગળ વધી રહ્યું છે. એક અહેવાલ મુજબ, ઈરાનના સશસ્ત્ર દળોનું માનવું છે કે ધીરજની પણ મર્યાદા હોય છે. જો યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝની ખાડીમાં તેની ગેરકાયદેસર નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે, તો શિક્ષાત્મક પ્રતિસાદ આપવો જરૂરી બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો અમેરિકાની જિદ અને ભ્રમ ચાલુ રહેશે અને ઈરાનની શરતોને નકારવામાં આવશે, તો દુશ્મનએ ટૂંક સમયમાં નૌકાદળની નાકાબંધી સામે એક અલગ પ્રકારના પ્રતિસાદની અપેક્ષા રાખવી જોઈએ. ઇરાન તેની આ હિલચાલને “દરિયાઈ લૂંટફાટ” સમાન ગણાવે છે.ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયાના સંકટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.
એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો હતો. તેમની સાથે વર્તમાન પરિસ્થિતિના વિવિધ પાસાઓ વિશે વિગતવાર વાતચીત થઈ હતી. ઈરાનનું રાષ્ટ્રીય ચલણ ‘રિયાલ’ ઘટીને પ્રતિ યુએસ ડોલર ૧.૮ મિલિયનના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે.
૨૮ ફેબ્›આરીથી શરૂ થયેલા યુદ્ધ દરમિયાન રિયાલ અઠવાડિયા સુધી સ્થિર રહ્યો હતો, જેનું મુખ્ય કારણ દેશમાં નહિવત વેપાર અને આયાત હતી. જોકે, બે દિવસ પહેલા રિયાલમાં ઘટાડો શરૂ થયો હતો અને બુધવારે તે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.SS1MS
