Western Times News

Gujarati News

૮પ વર્ષીય વયોવૃદ્ધ રવિશંકર ભગતની અતૂટ આસ્થા, છેલ્લા રપ વર્ષથી દરરોજ શામળાજી ભગવાનના દ્વારે ટેકવે છે શીશ

મોડાસા, ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માંડવે જવાય આ કહેવત અનુસાર તમારે ભગવાનની ભક્તિ કરવા માટે ઉંમરનું કોઈ જ બંધન હોતું નથી, માત્ર Ìદયમાં શુધ્ધભાવ અને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ, શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી, આ વાતને ભગત સાર્થક કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામના ૮પ વર્ષીય વયોવૃદ્ધ ભક્ત રવિશંકર જટાશંકર ભગત ૮પની વર્ષની જૈફ વયે નિયમિત દર્શનનો નિત્ય ક્રમ જાળવી રાખ્યો છે. પરિસ્થિતિ ગમે તે હોય પણ શામળાજી જવાનું ચુકતા નથી.

વધતી જતી ઉંમર અને શારીરિક શ્રમ છતાં, વયોવૃદ્ધ રવિશંકર દાદાનો ભક્તિનો અનેરો માર્ગ જરાય ડગ્યો નથી. દરરોજ ભક્તિભાવ સાથે ગુજરાત રાજયના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થે આવે છે.

૮પ વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈને અન્ય શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્ય સાથે આદરભાવ અનુભવે છે. શ્રી ત્રિલોકીનાથ અને શામળિયા ભગવાનના ચરણોમાં અતૂટ પ્રીતિ- રવિશંકર ભગત દરરોજ નિયમિતપણે શામળાજીમાં બિરાજમાન શ્રી ત્રિલોકીનાથ ભગવાન તેમજ શ્રી શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. પવિત્ર પાવન મેશ્વો નદીના કિનારે ગુંજતા ભગવાનના નામ સાથે તેઓ પોતાની દૈનિક ભક્તિભાવ સાથે પરીપૂર્ણ કરે છે.

યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઃ આજના ર૧મી સદીના હાઈટેક આધુનિક ફાસ્ટ યુગમાં જયારે લોકો પાસે ધાર્મિક કાર્યો માટે સમયનો અભાવ જોવા મળતો હોય છે, ત્યારે રવિશંકર જટાશંકર ભગતની દૈનિક સેવા અને નિયમિતતા ચર્ચાનો વિષય બની છે. ભગતની આ ભક્તિ આજના યુવાન વર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે કે સાચી અતૂટ શ્રદ્ધા હોય તો ઈશ્વર હંમેશા નજીક જ હોય છે.

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશÂસ્ત પારીક અને શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ચેરમેન ભરતભાઈ ઉપાધ્યાય, મંત્રી પ્રકાશભાઈ જોષી સહિત ટ્રસ્ટીઓએ વયોવૃદ્ધ ભક્ત રવિશંકર જટાશંકર ભગતને મેવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.