Western Times News

Gujarati News

સુરતમાં બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું

ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો

વિશ્વ સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા

જય જય ગરવી ગુજરાત” અને “ભારત માતા કી જય”ના ગગનભેદી નારા સાથે સુરતીઓ દેશભક્તિના રંગે રંગાયા

સુરત:શુક્રવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના આંગણે તા. ૧લી મે ના રોજ ૬૬ માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સાંજે ૭:૦૦ વાગ્યે સુરતના જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાહસસેવા અને શોર્યને સમર્પિત ગુજરાત પોલીસની ૧૮ પ્લાટુનના ૭૫૦ થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસ ગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું હતું. પોલીસના ઉત્સાહ અને આંનદને વર્ણવતી હર્ષ ધ્વનિ કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર તરીકે આઇપીએસ ઓફિસરશ્રી ડો. નવીન ચક્રવતીએ નેતૃત્વ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સમૂહગાન કર્યું હતું. વિશ્વ ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે સુરતીઓએ પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. બોલીવુડના પ્લેબેક સિંગર ભાવિન શાસ્ત્રીના એન્ડ બેન્ડ દ્વારા રળીયામણી સાંજે “ભારત માતા કી જય”ના નારા સાથે જય જય ગરવી ગુજરાતસહિતના અનેક ગીતો સાથે સંગીતની મધુર સુરાવલિને સૌએ માણી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ શાનદાર પરેડને નિહાળવા માટે સુરતી માનવ મહેરામણ ઉમટ્યો હતો.

 આ પ્રસંગે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલકૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીવન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાઆરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાવિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીસાંસદશ્રી મુકેશભાઈ દલાલધારાસભ્ય સર્વશ્રી અરવિંદભાઈ રાણામોહનભાઈ ઢોડીયાસંદીપભાઈ દેસાઈમુકેશભાઈ પટેલ

સંગીતાબેન પાટીલમુખ્ય સચિવશ્રી એમ.કે.દાસમાહિતી અને પ્રસારણ વિભાગના સચિવશ્રી ડો.વિક્રાંત પાંડેરાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવજિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલજિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીપોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને મ્યુ. કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.