Western Times News

Gujarati News

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા કરી

ગાંધીનગર, કલોલ નજીક રહેતી ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર બિંદેશ્વરસિંહ કુશવાહ (ઉં-૨૩, રહે-મેદનીપુર થાના-ધોન્ડાહ, કંચનપુર પોસ્ટ, જિલ્લો-રોહતાસ, બિહાર)ને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.

આ ચુકાદાની શરૂઆતમાં કોર્ટે સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો, જેનો અર્થ થાય છે કે કન્યા પર અત્યાચાર કરનાર તત્ત્વો કડક સજાને પાત્ર છે.ચોંકાવનારા કેસની વિગત એવી છે કે, મૂળ બિહારના અને હાલ કલોલના છત્રાલ ખાતે રહેતા આરોપી રોહિતકુમાર કુશવાહે ગત મે, ૨૦૨૫માં ફરિયાદીની ૧૩ વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી હરિયાણાના ગન્નોર પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. તેની જાણવા છતાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુના અંગે તત્કાલીન પીઆઈએ ઝીણવટભરી તપાસ કરીને જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મનો આ કેસ કલોલ કોર્ટના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો – પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો અને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને કુલ ૨ લાખનો દંડ ફટકાર્યાે છે. આ સજાની સાથે કોર્ટે પીડિતા પ્રત્યે સંવેદના દાખવતા ભોગ બનનાર સગીરાને વળતર પેટે ૫ લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.