બિહારમાં ગંગા નદી પર બનેલા બ્રિજનો એક ભાગ અચાનક તૂટી ગયો
બ્રિજ બન્યાના ૨૫ વર્ષમાં તે તૂટી પડ્યો તેના કારણે તંત્રની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે-વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી રાબડી દેવી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભાગલપુર: બિહારના ભાગલપુરમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગંગા નદી પર બનેલો વિક્રમશિલા બ્રિજનો એક ભાગ અચાનક તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અધિકારીઓ દ્વારા સત્વરે પગલે લેવામાં આવ્યાં તેના કારણો કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
જિલ્લા અધિકારીના જણાવ્યાં પ્રમાણે સતર્કતના ભાગરૂપે પહેલા જ લોકોને ત્યાંથી દૂરી કરી દેવામાં આવ્યાં હતાં. લોકોને દૂર કર્યાની ૧૫ મિનિટ પછી તરત જ બ્રિજ તૂટ્યો અને નદીમાં પડી ગયો હતો.
बिहार के भागलपुर में विक्रमशिला पुल टूटा, पुल का बड़ा हिस्सा गंगा में समा गया, विक्रमशिला सेतु का पिलर नंबर 133 ध्वस्त
पूर्वी बिहार को दक्षिण बिहार से जोड़ने वाली लाइफ लाइन पुल पर आवागमन बंद pic.twitter.com/F6dIiJA8tC
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 4, 2026
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે પોલીસ તંત્ર દ્વારા બંને બાજૂની અવર-જવરને રોકી દેવામાં આવી અને બ્રિજને બંને બાજુથી સીલ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે રાત્રે વૈકલ્પિક રસ્તો શરૂ કરવો શક્ય નહોતો, એટલે જે લોકોને ભાગલપુર જવાનું હતું તેમને મુંગેર થઈને જવું પડ્યું હતું.
આ બ્રિજની વાત કરવામાં આવે તો, વિક્રમશિલા બ્રિજ આજથી ૨૫ વર્ષ પહેલા ૨૦૦૧માં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. વિક્રમશિલા બ્રિજ આશરે ૪.૫ કિમી લાંબો છે અને અહીંથી પ્રતિદિન હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા છે.
આ વિક્રમશિલા હજારો વાહનો અને લાખો લોકો માટે દૈનિક મુસાફરીનું મુખ્ય સાધન હતું. બ્રિજ બન્યાના ૨૫ વર્ષમાં તે તૂટી પડ્યો તેના કારણે તંત્રની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે આ બ્રિજ તૂટી ગયો હોવાના કારણે વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી લોકોને અત્યારે મુંગેર બ્રિજનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે, મહત્વની વાત એ છે કે, આ મુંગેર બ્રિજ વિક્રમશિલા બ્રિજથી ૬૦ કિમી દૂર છે. એટલે કે હવે માત્ર ૪ કિમી દૂર જવા માટે લોકોને ૬૦ કિમી ફરીને જવું પડશે. જેમાં સમય અને પૈસા બંનેનો વ્યય થવાનો છે.
વિક્રમશિલા બ્રિજનું નિર્માણ અને ઉદ્ઘાટન મુખ્યત્વે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને ત્યારબાદ રાબડી દેવી (રાષ્ટ્રીય જનતા દળ – RJD) ના શાસનકાળ દરમિયાન થયું હતું.
-
આ પુલનો શિલાન્યાસ ૧૯૯૧માં તત્કાલીન મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે કર્યો હતો.
-
તેનું કામ પૂર્ણ થયા બાદ, વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી રાબડી દેવી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
-
લંબાઈ: આ પુલ અંદાજે ૪.૭ કિલોમીટર લાંબો છે.
-
મહત્વ: આ બ્રિજ ભાગલપુરને નૌગછિયા અને પૂર્ણિયા સાથે જોડે છે, જે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેના પરિવહન માટે અત્યંત મહત્વનો છે.
-
નવો બ્રિજ: હાલમાં વધતા ટ્રાફિકને કારણે આ પુલની સમાંતર બીજા એક નવા ૪-લેન વિક્રમશિલા બ્રિજનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
