પીએની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ ગુરુવારે આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના સહયોગી ચંદ્રનાથ રથની ક્‰રતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે રાજ્યના ડીજીપીએ તેમને ભરોસો આપ્યો છે કે પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.શુભેન્દુ અધિકારીએ કહ્યું કે માત્ર ચંદ્રનાથ રથ જ નહીં, પરંતુ ભાજપના એક કાર્યકરને બશીરહાટમાં ગોળી મારવામાં આવી અને બીજા કાર્યકરને બારાનગરમાં ચપ્પુ મારવામાં આવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલો સંપૂર્ણપણે અગાઉથી વિચારેલી વ્યૂહનીતિનો ભાગ હતો. ૨ થી ૩ દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ ઘટનાની જાણકારી ભારતીય જનતા પાર્ટીને આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પણ મૃતકના પરિવાર અને પોલીસ અધિકારી સાથે વાત કરી છે. ભાજપના અનેક ધારાસભ્યો અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ૧૫ વર્ષના ‘મહા જંગલરાજ’નું પરિણામ છે.
ભાજપ હવે રાજ્યમાં ગુંડાગીરી ખતમ કરવાનું કામ કરશે.ભાજપ નેતા અને નવનિર્વાચિત ધારાસભ્ય કૌસ્તવ બાગચીએ કહ્યું, ‘આ એક સુનિયોજિત હુમલો હતો. હુમલાખોરોએ ચંદ્રનાથની કારનો લાંબો સમય સુધી પીછો કર્યાે અને પછી તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.’ તેમણે આરોપ લગાવ્યો કે ‘આ મમતા બેનરજી અને અભિષેક બેનરજીનું ષડયંત્ર છે. જ્યાં સુધી ગુનેગારોની ઓળખ નહીં થાય, ત્યાં સુધી અમે ચેનથી બેસીશું નહીં.
ત્યાં સુધી અમે મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરીએ.’ ભાજપ ધારાસભ્ય તરુણજ્યોતિ તિવારીએ કહ્યું, ‘અમે શાંતિનો સંદેશ આપતા રહ્યા છીએ, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી છે.’SS1MS
