Western Times News

Gujarati News

ટ્રમ્પ ચીન રવાના થયા તે પહેલા ઈરાને કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યાે

યુદ્ધ વિરામ વચ્ચે પણ ઈરાન દ્વારા યુનાઈટેડ આરબ એમિરેટ્‌સ પર વારંવાર હવાઈ હુમલા થઈ રહ્યા છે

દુબઈ,યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત માટે રવાના થયા તેના થોડા સમય પહેલા જ કુવૈતે ઈરાન પર આશ્ચર્યજનક આક્ષેપ કર્યાે છે. કુવૈતના જણાવ્યા મુજબ, ચીનની મદદથી કુવૈતમાં નિર્માણ પામી રહેલા બંદર પર આ મહિને ઈરાને હુમલા કર્યા હતા, પરંતુ તને નિષ્ફળ બનાવાયા હતા. ચીન અને ઈરાન વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાનું મનાય છે ત્યારે કુવૈતના આક્ષેપ સૂચક મનાય છે. ઈરાન તરફથી આ અંગે પ્રતિક્રિયા અપાઈ નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરવાનું જોખમ વધ્યું છે.

કુવૈતના જણાવ્યા મુજબ, ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડે ઈરાક નજીક પર્શિયન અખાતમાં આવેલા બુબિયન ટાપુમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાે હતો, જેમાં કુવૈતે ચારને ઝડપી લીધા હતા. ચીન દ્વારા આ સ્થળે બંદર નિર્માણ ચાલી રહ્યું છે. ૩ મેના રોજ આ હુમલો થયાનો કુવૈતે દાવો કર્યાે છે, પરંતુ ટ્રમ્પની ચીન મુલાકાત સમયે જ આ અંગે ખુલાસો કરવાનું કારણ કુવૈતે જણાવ્યું ન હતું. યુદ્ધ વિરામ વચ્ચે પણ ઈરાન દ્વારા યુનાઈટેડ આરબ એમિરેટ્‌સ પર વારંવાર હવાઈ હુમલા થઈ રહ્યા છે, પરંતુ મોટા ભાગના હુમલા નિષ્ફળ કરાય છે.

ઈઝરાયેલે યુએઈને એર ડિફેન્સ હથિયારોથી સજ્જ આયર્ન ડોમ સીસ્ટમ મોકલી હોવાનું ઈઝરાયેલ ખાતે યુએસના રાજદૂત માઈક હકાબીએ જણાવ્યું છે. અન્ય ખાડી રાષ્ટ્રોને પણ યુએઈની જેમ ઈઝરાયેલ સાથે મિત્રતા કરવા તેમણે સૂચન કર્યું હતું. ઈઝરાયેલ સેનાએ હકાબીના આ દાવા અંગે ટિપ્પણીનો ઈનકાર કર્યાે હતો. યુએસના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે મંગળવારે સંસદના સભ્યોને જણાવ્યુ હતું કે, યુએસ સેના પાસે બોમ્બ અને મિસાઈલનો ઢગલો હજુ પણ છે. હોર્મુઝની ખાડી પર યુએસનો સંપૂર્ણ અંકુશ છે.

ઈરાનના હુમલાઓ અને ધમકીઓ વચ્ચે પણ આ જળમાર્ગ મારફતે ઓઈલ તથા અન્ય વસ્તુના જહાજો હેમખેમ પસાર થઈ રહ્યા છે. અમેરિકાની મંજૂરી વગર હોર્મુઝની ખાડીમાં કંઈ થઈ શકે તેમ નથી. યુએસ સંસદમાં રીપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદોએ યુદ્ધમાં જંગી ખર્ચ અંગે આકરા સવાલો પૂછ્યા હતા. પેન્ટાગોન તરફથી સંસદમાં માહિતી અપાઈ હતી કે, અત્યાર સુધી યુદ્ધમાં ૨૯ અબજ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. બે અઠવાડિયા અગાઉ યુદ્ધનો ખર્ચ ૨૫ અબજ ડોલર હોવાનો અંદાજ હતો પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.