Western Times News

Gujarati News

USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું

FBIની તપાસ બાદ ગુનો કબૂલ્યો, વાંગને ૧૦ વર્ષની સજા થઈ શકે

એફબીઆઈ ચીફ કાશ પટેલે પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે વાંગે ગેરકાયદેસર વિદેશી એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલ્યો

કેલિફોર્નિયા,અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના આર્કાડિયા શહેરના પૂર્વ મેયર ઈલીન વાંગે ચીનની સરકારના કહેવાથી જાસૂસી અને ચીનના સમર્થનમાં પ્રચાર કરવાનો આરોપ સ્વીકારી લીધો છે. વર્ષ ૨૦૨૨માં મેયર તરીકે ચૂંટાયેલા વાંગે આ આરોપો જાહેર થયા બાદ દબાણમાં આવીને રાજીનામું આપ્યું હતું. આ સમગ્ર મામલો ૨૦૨૦-૨૦૨૨ દરમિયાનનો છે, જ્યારે અમેરિકામાં જો બાઈડનની સરકાર હતી.વાંગ પર એક ન્યૂઝ વેબસાઇટ દ્વારા અમેરિકામાં ચીનના સમર્થનમાં માહોલ ઊભો કરવાનો આરોપ છે.

એફબીઆઈના જણાવ્યા મુજબ, વાંગ ચીનની કોમ્યુનિસ્ટ સરકારના ઈશારે સામગ્રી પોસ્ટ કરતી હતી અને ચાઈનીઝ મેસેજિંગ એપ ‘વી-ચેટ’ દ્વારા પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતી.એફબીઆઈ ચીફ કાશ પટેલે પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે વાંગે ગેરકાયદેસર વિદેશી એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલ્યો છે. ઈલીને વેબસાઇટ દ્વારા ચીન સમર્થક પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ચીની મૂળની અમેરિકન નાગરિક હોવાને કારણે તેમના પર શંકા વધુ ઘેરી બની હતી. આ મામલામાં તેના પૂર્વ સાથી યોનિંગ માઈક સનની પણ ધરપકડ કરાઈ હતી. વાંગને આ ગુના બદલ ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.