Western Times News

Gujarati News

તમે જે પાન-મસાલા ખાવ છો તે નકલી તો નથી ને? નકલી પાન મસાલાનું ધૂમ વેચાણ

પ્રતિકાત્મક તસવીર

જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલાના કાળા કારોબારનો પર્દાફાશ

(એજન્સી)અમદાવાદ, હાલમાં બજારમાં મળતા પાન મસાલા અને સુપારી જેવા પ્રોડક્ટ્‌સ ખરીદતી વખતે ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. કેમ કે અમદાવાદમાં ર્જીંય્ ક્રાઈમે કરેલી કાર્યવાહીથી સામે આવ્યું છે કે જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલાનું વેચાણ અમદાવાદમાં થઈ રહ્યું હતું. આવા ડુપ્લિકેટ પ્રોડક્ટ્‌સ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે, કારણ કે તેમાં નીચી ગુણવત્તાનો અથવા હાનિકારક કાચા માલનો ઉપયોગ થતો હોવાની શક્્યતા રહે છે.

અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહી અંગે વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાંથી બનાવટી પાન મસાલા ઉત્પાદન કરતા એક ઇસમને ઝડપી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી પાસેથી પાન મસાલાના નકલી પેકેટો, પેકિંગ મટીરીયલ, મશીનરી સહિત કુલ રૂ. ૩.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓઢવ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વર્કશોપ રોડ પાસે વિજય એસ્ટેટના પ્લોટ નં. ૨૦/૨ ખાતે આવેલા બીજા માળના શેડ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી હાજર મળી આવેલ આરોપી શબ્બીરઅલી સરાફતઅલી શેખ (ઉ.વ. ૪૭) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

બાદમાં પોલીસે સ્થળ પરથી વિમલ પાન મસાલાના ૨૦૦૦ પેકેટ, મહક સિલ્વર પાન મસાલાના ૧૦૦ પેકેટ, ૮૦૦ જેટલી છૂટક પડીકીઓ, પેકિંગ માટેના રોલ, ખાલી પ્લાસ્ટિક પાઉચ, કાચો માલ, ઇલેક્ટિÙક મશીન તેમજ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

એટલું જ નહીં પરંતુ કાપિરાઇટ એક્ટ ૧૯૫૭ની કલમ ૬૩, ૬૪ અને ૬૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે આશંકા છે કે આરોપી લાંબા સમયથી જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલાનું વેચાણ કરી રહ્યો હોઈ શકે છે. જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ બાદ શું નવા ખુલાસાઓ સામે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.