Western Times News

Gujarati News

બહેરા મૂંગા શાળા તથા લાયન્સ ઔધોગિક  તાલીમ કેન્દ્ર(દિવ્યાંગો માટે)સંસ્થાના સુવર્ણજયંતિ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

 મોડાસા:      અરવલ્લી જિલ્લામાં મોડાસામાં બહેરા મૂંગા શાળા તથા લાયન્સ ઔધોગિક તાલીમ કેન્દ્ર(દિવ્યાંગો માટે)સંસ્થાના સુવર્ણજયંતિ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા   હતા.જેમાં બહેરા મૂંગા બાળકો દ્વારા અદભુત કાર્યક્રમોની રજુઆત થતા ઉપસ્થિત મેડનીએ તાળીઓના ગડગડાટથી એમનામાં રહેલી આ શક્તિઓને બિરદાવી હતી.
   લાયન્સ કલબ સોસાયટી,મોડાસાના પ્રમુખ ડૉ. ટી.બી.પટેલના પ્રમુખપદે યોજાયેલા આ કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડ, જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર શેઠ મહાસુખભાઈ પટેલ-ભામાશા (દુધરવાડાવાળા) અને શહેર-જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને નિહાળવા શહેર અને આસપાસના ગામોમાંથી પણ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોડાસામાં બાયપાસ રોડ ઉપર સ્થિત સ્વામિનારાયણ મંદિર  સભાગૃહમાં શનિવારે રાત્રે યોજાયેલ આ કાર્યક્રમમાં સંજય ગોરડીયા નિર્મિત બૈરાઓનો બાહુબલી નાટક રજૂ થયું હતું જેને ઉપસ્થિત વિશાળ શ્રોતાગણે સપરિવાર માણ્યું હતું.આ પ્રસંગે

મોડાસા શહેરમાંથી અગ્રગણ્ય નાગરિકો મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.લાયન્સ કલબના માનદમંત્રી અંબાલાલ પટેલ,કિરીટભાઈ બી.સુથાર, પ્રોજેકટ ચેરમેન કમલેશભાઈ એસ.પટેલ સહિત કલબના સાથીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.