Western Times News

Gujarati News

કોળી પટેલ સમાજની દીકરી ડો. વૃંદા પટેલે MBBS ડિગ્રી પ્રાપ્ત કરી સમાજમાં ગૌરવ વધાર્યું 

Surat, ઓલપાડનાં અસ્નાબાદ ગામની શિક્ષક પિતા હિમાંશુભાઈ અને શિક્ષિકા માતા પ્રિતીબેનની દીકરી વૃંદાએ ભરૂચ સ્થિત ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાંથી MBBSનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી સમસ્ત કોળી પટેલ સમાજનું ગૌરવ વધારેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ દીકરીએ બાળમંદિરથી ધોરણ 10 સુધીનો અભ્યાસ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞા શિશુ વિદ્યાલય, ઓલપાડ તથા ધોરણ 11 અને 12 લોકમાન્ય વિદ્યાલય, રાંદેર શાળામાં પૂર્ણ કર્યો હતો.

કુલ 19 વિષયોમાં સફળતા મેળવી 4.5 વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ સાથે 5.5 વર્ષમાં MBBS પૂર્ણ કરનાર વૃંદા આજે અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેણીની આ સિદ્ધિ પાછળ માતા-પિતા તથા શિક્ષકોની મહેનત, સંઘર્ષ અને ત્યાગ તેમજ ગામજનોનાં આશિર્વાદનો મોટો ફાળો રહ્યો છે.

આ તકે તેમનાં પિતા હિમાંશુભાઈએ જણાવેલ હતું કે દીકરીઓને શિક્ષણ અને સંકલ્પ મળે તો તેઓ કોઈપણ શિખર સર કરી શકે છે. અસ્નાબાદની આ હોનહાર દીકરીને MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ શિક્ષકગણ, મિત્રમંડળ તથા સમસ્ત અસ્નાબાદ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.