Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ખાતે યોજાયો બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને મળી રહ્યો છે અભૂતપૂર્વ જનપ્રતિસાદ

બે દિવસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતોપશુપાલકોમહિલાઓબાળકો તથા વડીલો સાથે સાધ્યો સીધો સંવાદ

ભીષણ ગરમીમાં અંદાજે 3 કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ પહોંચ્યા હતા રાજયપાલશ્રી

રાજ્યપાલશ્રીની સાંદગીથી ગ્રામજનો થયા પ્રભાવિત

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના લોકસંપર્ક અને સાદગીનું એક નવું ઉદાહરણ બન્યો છે. રાજ્યપાલશ્રીના આગમનથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો છે.

ભીષણ ગરમીમાં અંદાજે 3 કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ સુધી પહોંચેલા રાજ્યપાલશ્રીને જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયા હતા. તેમની આ સાદગી અને સરળતાએ ગ્રામજનોના હૃદય જીતી લીધા છે.

આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ માત્ર મંચ પરથી જ નહીંપરંતુ ગામમાં ફરીને ખેડૂતોપશુપાલકોમહિલાઓબાળકો અને વડીલો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુંમહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરીઅને બાળકો સાથે વાતો કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. વડીલોના આશીર્વાદ લેતી વખતે રાજ્યપાલશ્રીની વિનમ્રતાએ સૌને ભાવુક કરી દીધા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કેભારતની આત્મા ગામડાંમાં વસે છે. જ્યાં સુધી ગામડાં સમૃદ્ધ અને સ્વસ્થ નહીં થાયત્યાં સુધી ભારતનું સંપૂર્ણ વિકાસનું સપનું સાકાર નહીં થાય. મારી આ મુસાફરી અને સંવાદનો ઉદ્દેશ્ય માત્ર સરકારી યોજનાઓ પહોંચાડવાનો જ નથીપણ ગામડાંની આંતરિક શક્તિને ઓળખવાનો અને ફરી ઉજાગર કરવાનો છે.

કેસરગંજના ગ્રામજનોએ જણાવ્યું હતું કેઅમને ક્યારેય નહોતું લાગ્યું કે રાજ્યના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ આટલી સરળતાથી અમારી વચ્ચે આવીને બેસશેઅમારી સાથે જમશે અને ઘરના સભ્યની જેમ અમારી સાથે સંવાદ કરશે.

આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે કોઈ નેતૃત્વ જનતાની વચ્ચે રહીને કામ કરે છેત્યારે તે ખરા અર્થમાં લોક કલ્યાણનું માધ્યમ બને છે. રાજ્યપાલશ્રીની આ મુલાકાત કેસરગંજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા માટે એક યાદગાર અને પ્રેરણાદાયી ઘટના બની રહી છે.

ઉલ્લેખનીય છે કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના આર્થિક આત્મરક્ષા’ ના મંત્રને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેનએસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.