ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશઃ 3 લલના મુક્ત કરાવાઈ
File
આ અડ્ડા પર આર્થિક શોષણની સાથે બે માસૂમ સગીરો પાસે બળજબરી પણ કરાવવામાં આવી હતી,-સુરતમાં કૂટણખાના પર રેડ
સુરત, સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ પાંડેસરા વિસ્તારમાં જીપીબી (ગુજરાત હાઉસિંગ બોર્ડ)ના મકાનમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે ત્રણ મજબૂર મહિલાઓને નરક સમાન દલદલમાંથી મુકત કરાવી છે.
ચોંકાવનારી વિગત એવી છે કે, આ અડ્ડા પર આર્થિક શોષણની સાથે બે માસૂમ સગીરો પાસે બળજબરી પણ કરાવવામાં આવી હતી, જેમને પોલીસે હેમખેમ રેસ્કયુ કરી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૬૬,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જયારે મુખ્ય સૂત્રધાર ત્રિપુટી પોલીસ રેડ જોઈને ફરાર થઈ ગઈ હતી.
એએચટીયુના પોલીસ ઈન્સ્પેકટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમને ચોકકસ કડી મળી હતી કે પાંડેસરા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં બહારથી યુવતીઓ લાવીને ગેરકાયદેસર રીતે ૈવૈશ્યાવૃતિનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમી પાકી થતાં જ ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છ ેકે, આર્થિક રીતે અત્યંત નબળી અને લાચાર મહિલાઓને ટાર્ગેટ બનાવી વધુ પૈસાની લાલચ આપીને આ કુટણખાનામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવતી હતી.
પોલીસે દરોડા દરમિયાન ત્રણ મહિલાઓને મુકત કરાવી કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થળ પર હાજર બે સગીર બાળકો જેઓ પાસે મજૂરી કરાવાતી હતી તેમને તુરંત મુકત કરાવી કતારગામ ખાતે આવેલા વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૬૬,પ૦૦ની મત્તા જપ્ત કરી છે.
જોકે અડ્ડો ચલાવનાર મુખ્ય સંચાલકો અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ પોલીસના સકંજામાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. આ ત્રણેય આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એકટ અને જુવેનાઈલ જસ્ટિસ (જેજે) એકટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.
