Western Times News

Gujarati News

ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલિઝ

અક્ષય-સુનિલની જોડીએ જમાવ્યો રંગ

ટ્રેલરમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, લારા દત્તા, ફરીદા જલાલ જોવા મળ્યાં

મુંબઈ, બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ળેન્ચાઇઝી ‘વેલકમ’ની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે ૧૧ જૂનના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર ૧૫ દિવસ પહેલા આવેલા આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજથી સજ્જ આ ટ્રેલરમાં એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સ ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યું છે.જેવી રીતે આશા રાખવામાં આવી રહી હતી કે ‘વેલકમ’ સીરિઝની આ ત્રીજી ફિલ્મ હાસ્ય અને રોમાંચનો ડબલ ડોઝ આપશે, ટ્રેલર તે અપેક્ષાઓ પર બિલકુલ ખરું ઉતર્યું છે.

ટ્રેલરમાં કેટલીક જગ્યાએ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી વચ્ચેની નોકઝોક અને કેમિસ્ટ્રી જોઈને ચાહકોને સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ના દિવસો યાદ આવી જશે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ માટે રૂઇહ્લ સ્ટુડિયો ખાતે એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના તમામ સ્ટાર્સે સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી. આ ટ્રેલર દર્શાવે છે કે ફિલ્મમાં નોન-સ્ટોપ કન્ફ્યુઝન, અફરાતફરી અને ભરપૂર ફેમિલી એન્ટરટેઇનમેન્ટ મળવાનું છે.અંદાજે ૪ મિનિટ ૧૦ સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆત જ એક અત્યંત રમુજી સ્ટેટમેન્ટથી થાય છે, જેમાં સ્ક્રીન પર લખેલું જોવા મળે છે, ‘ઇન્ડિયાની પહેલી ૨૦૦૦ કરોડી ફેક ફિલ્મ’.

ટ્રેલરની શરૂઆતમાં જ્યારે જેકલીન ફર્નાન્ડીઝ પૂછે છે કે, “ટાઇટલ ક્યાં હૈ તુમકા?” ત્યારે પરેશ રાવલ પોતાના આગવા અંદાજમાં જવાબ આપે છે કે, “એક જબરદસ્ત કહાની હૈ – વેલકમ ટુ ધ જંગલ”. ત્યારબાદ ટ્રેલરમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટનો ખૂબ જ ફની રીતે પરિચય કરાવવામાં આવે છે. આગળ જતાં પરેશ રાવલ પોતાની ટીમને સમજાવે છે કે આ એક આર્મી બેઝ્ડ ફિલ્મ છે. ટૂંકમાં, ફિલ્મ બનાવવા માટે કેવા-કેવા જુગાડ અને તિકડમ લગાવવા પડે છે, આખી વાર્તા તેની આસપાસ વણાયેલી છે.ટ્રેલરમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, લારા દત્તા, ફરીદા જલાલ અને જેકી શ્રોફ જેવા દરેક કલાકારોને પોતાની કોમેડી ટાઈમિંગ ચમકાવવાની પૂરતી તક મળી છે. આ ઉપરાંત અક્ષય અને સુનિલ શેટ્ટીના રિયલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ ફિલ્મમાં ફની એંગલ તરીકે વણી લેવાયા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.