Western Times News

Gujarati News

અહાન પાંડે અને અનીત પડ્ડાનાં મેચિંગ ટેટ્ટુ સોશિયલ મીડિયામાં વાયરલ

અનીત પડ્ડાએ તાજેતરમાં ‘શક્તિ શાલિની’નું શૂટિંગ પૂરું કર્યું છે

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “અહાન પાંડે અને અનીત પડ્ડાના ટેટ્ટુ એકસરખાં છે. કેટલો સુંદર અને જવંત દિવસ છે!”

મુંબઈ,અહાન પાંડે અને અનીત પડ્ડા જ્યારથી સૈયારા આવી ત્યારથી ખુબ જાણીતા થઈ ગયાં છે. તેઓ બંને એકબીજાનાં બહુ સારા મિત્રો હોવાનો દાવો કરે છે અને એવું પણ કહી ચુક્યાં છે કે તેઓ બંને એકબીજાને જેટલું સમજે છે એટલું સહજ રીતે તેમને બીજું કોઈ સમજી શકતું નથી. તેઓ એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચાઓ પણ થતી રહે છે, પરંતુ બેમાંથી કોઈએ હજુ સુધી આ વાત સ્વીકારી નથી. હવે અનીત અને અહાન ફરી એક વખત મોહિત સુરીની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે, ત્યારે તેમનાં મેચિંગ ટેટ્ટુનો એક ફોટો વાયરલ થયો છે.

આ ફોટોથી તેમનાં ફૅન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયાં છે. આ ફોટોમાં તેમની બંનેની ડોકમાં પાછળ એક સરખાં ટેટ્ટુ દેખાય છે. તેમની આ વાયરલ તસવીરોમાં હજારો કમેન્ટ્‌સ અને રીએક્શન આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “અહાન પાંડે અને અનીત પડ્ડાના ટેટ્ટુ એકસરખાં છે. કેટલો સુંદર અને જવંત દિવસ છે!” જોકે, બંને કલાકારોએ અત્યાર સુધી આ ટેટ્ટુ પાછળના અર્થ વિશે જાહેરમાં કોઈ સ્પષ્ટતા કરી નથી અને તેમના વચ્ચેના પ્રેમસંબંધની અફવાઓ અંગે પણ કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

ફિલ્મોની વાત કરીએ તો, અનીત પડ્ડાએ તાજેતરમાં ‘શક્તિ શાલિની’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ મેડોક હોરર કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ છે. બીજી તરફ, અહાન પાંડે નિર્દેશક અલી અબ્બાસ ઝફરની આગામી એક્શન-રોમાન્સ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે, જેમાં તેની સામે શર્વરી હશે. આ ઉપરાંત, અહાન અને અનીત ફરી એકવાર મોહિત સુરીની આગામી ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.