Western Times News

Gujarati News

વિજય અને રશ્મિકાએ ૧૮૦ બાળકોને સ્કોલરશિપ આપી

દક્ષિણના સુપરસ્ટારોની હૃદયસ્પર્શી પહેલ

વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને સંબોધન કરતા વિજયે સ્કોલરશિપને તેલંગણામાં પ્રતિભાશાળી યુવા વર્ગને ટેકો આપવાના વ્યાપક સ્વપ્નની શરૂઆત ગણાવી હતી

મુંબઈ, વિજય દેવેરાકોન્ડા અને રશ્મિકા મંદાનાએ ધી દેવેરાકોન્ડા ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ અભિયાન શરૂ કર્યું છે. કપલે વિજયના વતન આચમપેટ મંડલમાં થુમ્મનપેટ ગામની મુલાકાત લઈને આર્થિક સહાય માટે ધોરણ ૯ અને ૧૦ના ૧૮૦ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રદાન કરી હતી. વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને સંબોધન કરતા વિજયે સ્કોલરશિપને તેલંગણામાં પ્રતિભાશાળી યુવા વર્ગને ટેકો આપવાના વ્યાપક સ્વપ્નની શરૂઆત ગણાવી હતી.

તેણે જણાવ્યું કે તે તેમની સિદ્ધિઓ પાછળના અનુશાસન અને સમર્પણની કદર કરવા માગે છે અને તેમની સફરનો હિસ્સો બનવા માગે છે. વિજયે આશા વ્યક્ત કરી કે આ ગામમાં જે શરૂઆત થઈ તે આખરે સમગ્ર રાજ્યમાં વિસ્તરીત થશે.સાઉથના કલાકારો તેમની સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. અનેક કલાકારો પોતાની ફેન કલબ ચલાવે છે જેના દ્વારા તેઓ ચેરિટી તથા અન્ય સારી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હોય છે. બીજી તરફ બોલિવુડના કલાકારો દ્વારા આવી ચેરિટીનું પ્રમાણ બહુ ઓછું છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.