Western Times News

Gujarati News

ટાઇગરની હીટમેનમાં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી

સુનીલ શેટ્ટી અને અમિત સઢની મહત્વની ભૂમિકા

ફિલ્મમાં ટાઇગરની સાથે સંજના, મહિમા, સુનીલ અને અમિત એમ યુવાન અને પીઢ કળાકારોની હાજરી હશે

મુંબઈ, ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘હીટમેન’માં સંજના સાંઘી અને મહિમા મકવાણા પણ હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મના શૂટ વિશેનો એક વિડિયો બહાર આવ્યો છે તેમાં સુનીલ શેટ્ટી અને અમિત સઢ પણ દેખાય છે. ફિલ્મનું શૂટિંગ હવે પુરૂ થઇ ગયું છે. ટાઇગરની સાથે સંજના, મહિમા, સુનીલ અને અમિત એમ યુવાન અને પીઢ કળાકારોની હાજરીથી આ એક્શન ફિલ્મ સંતુલિત બનશે તેવી આશા જાગી છે.

આ એક્શન થ્રીલર મૂળે તો કન્નડ ફિલ્મ ‘અવાને શ્રીમન્નારાયણ’ની રીમેક છે. મુરાદ ખેતાનીના સ્ટુડિયો સિને૧ સ્ટુડિયો દ્વારા નિર્મિત આ હિન્દી ફિલ્મનું નિર્દેશન સચીન રવિએ કર્યું છે. દિગ્દર્શક તરીકે સચીન રવિની આ પહેલી હિન્દી ફિલ્મ છે. ટાઇગરની એકશન ફિલ્મને આ વર્ષે જ રજૂ કરવામાં આવશે તેમ લાગે છે. હવે કાસ્ટમાં વધારે એક્ટરની હાજરી જણાઇ હોવાથી આ ફિલ્મ એક સોલો એક્શન રહી નથી. સંજના સાંઘી ૨૦૨૪માં ‘વોહ ભી દિન થે’માં જોવા મળી હતી. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.