આલ્ફાના ટ્રેલરમાં શર્વરીને સાઈડલાઈન કરાયાનો આરોપ
આલ્ફામાં હૃતિકનો કેમિયો કન્ફર્મ થયો
આલિયાએ પહેલાં ટ્રેલરમાં શર્વરીની સ્પેસ કાપી પછી પોતે જ પોસ્ટ કરી ટોન્ટ માર્યાની ટીકા
મુંબઈ, બુધવારે ‘આલ્ફા’નું ટ્રેલર રિલિઝ થતાં જ શર્વરી વાઘ અને આલિયા ભટ્ટના ચાહકો સોશ્યલ મિડિયા પર સામસામે આવી ગયા હતા. ટ્રેલરમાં શર્વરી વાઘને ઓછી સ્પેસ ફાળવવામાં આવી હોવાનું જણાતાં ચાહકોએ આક્ષેપ કર્યાે હતો કે શર્વરીને જાણી જોઇને સાઇડ લાઇન કરી આલિયાને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે. મામલો તૂલ પકડે તે પહેલાં જ આલિયા ભટ્ટે શર્વરી સાથે એકસમાન ટી શર્ટ અને જિન્સ પહેરેલી તસવીર મુકી મજાક કરી હતી કે ક્યાં છે શર્વરી? અને શર્વરીએ પણ મજાકિયા અંદાજમાં પ્રેઝન્ટ મિસ કહી કોમેન્ટ સેક્શનનો માહોલ પલટી નાંખ્યો હતો.
જો કે કેટલાક ફેન્સ તેમ છતાં જણાવ્યું હતું કે પહેલાં ટ્રેલરમાં સ્પેસ ઓછી કરી નાંખી અને હવે અલગ પોસ્ટ મુકી ટોન્ટ મારે છે. એક ફેન્સે સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાનો હવાલો આપી તેની પર ચાલેલી અફવાને સાચી ઠેરવતાં જણાવ્યું હતું કે આટલા બધાં ડરવાની શું જરૂર છે? બંને એકટ્રેસને એકસમાન સ્પેસ આપી શકાઇ હોત. આ તબક્કે આલિયાએ તેની અને શર્વરીની તસવીરો મુકી માહોલ હળવો બનાવી નાંખ્યો હતો. ટ્રેલરમા હૃતિક રોશનની ઝલક પણ બતાવવામાં આવતાં તેનો કેમિયો હવે કન્ફર્મ થઈ ચૂક્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂરની પણ મહત્વની ભૂમિકાઓ છે. પણ ઉદય ચોપડાની સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં ‘વોર’ની કહાનીને બે હિરોઇન્સની વોરમાં ફેરવી નાંખી હોવાની પણ કોમેન્ટ્સ જોવા મળી હતી. SS1
