Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ફિલ્મ જોવા પહોંચી

એક દર્શકે વિડીયો વાયરલ કરી દીધો

રાહુલ મોદી અને શ્રદ્ધાનો અફેર બે વર્ષથી ચાલે છે પણ બંને દ્વારા કોઈ સત્તાવાર ઘોષણા નહિ

મુંબઈ,શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ફરી એકવાર સાથે ફિલ્મની મોજ માણતાં ઝડપાઇ ગયા છે. બંને જણાં સાથે હોય તેવી અનેક તસવીરો ફરે છે પણ તેમના સંબંધો બાબતે તેમણે કદી કોઇ ફોડ પાડયો નથી. તાજેતરમાં તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ થિયેટરમાં બેસી જોતાં હોય તેવો વિડિયો વાઇરલ બન્યો હતો.આ વિડિયો થિયેટરની અંદર કોઇ સાથી દર્શકે શૂટ કર્યાે હોય તેમ લાગે છે. આ વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થતાં શ્રદ્ધાના ચાહકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.

૨૦૨૪ની શરૂઆતમાં શ્રદ્ધા અને રાહુલ પહેલીવાર સાથે જોવા મળ્યા ત્યારથી તેમના સંબંધો વિશે જાતજાતની અટકળો ચાલી રહી છે.થોડા મહિના અગાઉ રાહુલે લખેલી અને નિર્દેશિત કરેલી એક જાહેરાતના શ્રદ્ધાએ વખાણ કર્યા હતા. આ જાહેરાતમાં અનીત પદ્દાએ કામ કર્યું હતું.શ્રદ્ધાએ અનીત પદ્દાના કામના પણ વખાણ કર્યા હતા. દર્શકો શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ની તેના ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે થિયેટર્સમાં રજૂ થવાની છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.