બિનખેતી જમીનોના ગામ નમૂના નં.૭ બંધ થશે, હવે ‘પ્રોપર્ટીકાર્ડ’ જ આખરી દસ્તાવેજ ગણાશે
બિનખેતી થયેલી જમીનના ડેટા એન્ટ્રીના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રક્રિયાને વેગ મળશે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનીકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતીકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૭ના વિગતવાર પરીપત્ર મુજબ રાજયમાં બિનખેતી-એનએ થયેલી જમીનોના વર્ષો જુના ગામ નમુના નં.૭’ ૭/૧રના ઉતારા તબકકાવાર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અધતન અને માન્યદસ્તાવેજ ગણવામાં આવશે.
રાજય સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેકટનો મુખ્ય ઉદેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોમાં ડબલ રેકર્ડના કારણે ઉભા થતા વિવાદોનો કાર્યમાં અંત લાવવાનો છે. અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે ગ્રામ્ય કક્ષાએ ૭/૧ર નો ઉતારો અને સીટીસર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ મ બંને વિવાદો સર્જાતા હતા. આ પ્રથા બંધ થશે.
મહેસુલ વિભાગના આદેશ અનુસાર હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનુંપ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા મેપીગ કરવામાં આવશે. જુના થઈ ગયેલા કે ક્ષતીવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમુના નં.૭ બધ કરવાની મંજુરી આપવામાંઆવશે. જેથી કોઈ કાયદાકીય ગુંચ ઉભી ન થાય.
આ પરીપત્રમાં ૩૭ પાનાની લાંબી માર્ગદર્શીકા સાથે તમામ જીલ્લા કલેકટર સેટલમેન્ટ કમીશ્નર અને જમીન દફતર નિયામકોને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. જે મુજબ ગામ નમુના નં.૭ બંધ કરતા પહેલા પ્રોપર્ટીકાર્ડમાં નોધાયેલી વિગતો ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ ચકાસણી કરવામાં આવશે. મેપીગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપટીર્કાડ બન્યું નથી.
ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે. ડીજીટલ અપડેટના સંદર્ભમાં કહેવાયું છે કે તમામ ડેટાને ઓનલાઈન પોર્ટલ પર અધતન રાખવામાંઅવશે. જેથી નાગરીકો સરળતાથી પોતાની મિલકતના ડીજીટલ રેકર્ડ મેળવી શકે.
મહેસુલ વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ વિગત બાકી ન રહી જાય તેની ખાસ કાળજી લેવા માટે વહીવટીતંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રોજેકટસમાં અમલીકરણ માટે જિલ્લાવાર ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી શકે છે.
