Western Times News

Gujarati News

પહેલા વરસાદમાં જ ભરૂચ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી હતી.તેજ પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને તરબોળ કરી દીધું હતું.

વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ઉકળાટ અને ગરમીમાંથી નાગરિકોને મોટી રાહત મળી હતી. ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે વાહનચાલકોને અવરજવર માં મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.કેટલાક સ્થળોએ ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી.

વરસાદી માહોલ વચ્ચે બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.જ્યારે વેપારીઓ અને રાહદારીઓએ વરસાદથી બચવા માટે દુકાનો તથા શેડનો સહારો લીધો હતો.

હવામાનમાં આવેલા બદલાવ સાથે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસાના માહોલથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જો કે પાણી ભરાવાની સમસ્યાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.